પંજાબમાં AAP સરકારને ઝટકો, કોર્ટે કેબિનેટ મિનિસ્ટરને બે વર્ષની સજા સંભળાવી
આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો લાગ્યો છે. પંજાબની આપ સરકારના કેબિનેટ મંત્રીને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને ભગવત માન સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરાને 2 વર્ષની કોર્ટે સજા સંભળાવી છે. આ કેસ 2008નો છે, જેમાં 15 વર્ષ બાદ સજા થઈ છે. મંત્રી સિવાય અન્ય 8 લોકોને પણ કોર્ટે સજા સંભળાવી છે.
રિપોર્ટ મુજબ અમન અરોરાનો પોતાના જીજા રાજેન્દ્ર દીપાની સાથે પારિવારિક ઝઘડો હતો, જેને લઈને 2008મા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અકાળી દળના નેતા રાજેન્દ્ર દીપાએ કહ્યું- ફેસલો ભલે મોડો મોડો આવ્યો, પરંતુ આવ્યો ખરો અને અમે આનું સ્વાગત કરીએ છીએ.
2008મા અમન અરોરાના બનેવી અને અકાળી દળના નેતા રાજિંદર દીપાએ આ લોકો સામે ઘરમાં ઘૂસીને મારપીટ કરવાનો કેસ નોંધાવ્યો હતો. આની વિરુદ્ધ IPC 452, IPC 323, IPC 148, IPC 149 અંતર્ગત FIR નોંધવામાં આવી હતી. આ મામલે કોર્ટે ગુરુવારના રોજ સજા સંભળાવી હતી.
અમન અરોરા સંગરુરના સુનામથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અરોરાએ 2022ની ચૂંટણીમાં પોતાના નજીકના પ્રતિદ્ધંદ્ધિ કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને 75277 મતોથી હરાવ્યા હતા. તેઓ ધારાસભ્ય બન્યા બાદ પંજાબના મંત્રીમંડળમાં શામેલ થયા હતા અને તેમને આવાસ શહેરી વિકાસ અને લોકસંપર્ક જેવા મોટા બે વિભાગ આપવામાં આવ્યા હતા. જો કે થોડા મહિના બાદ માર્ચમાં ભગવંત માને મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા, જ્યાં અરોરાનું કદ નાનું કરી દેવામાં આવ્યું હતું અને તેમની પાસેથી બંને મોટા વિભાગ પાછા લઈને તેમને ન્યૂ એનર્જી રિસોર્સિસ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, ગર્વનન્સ રિફોર્મ્સ એમ્પ્લોઇમેન્ટ જનરેશન જેવા વિભાગ આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp