કાગડો રૂ. 500ની નોટ લઈ ઉડ્યો, મહિલાએ તરબૂચની લાલચ આપી, છતા ન માન્યો, પછી...

PC: punjabkesari.com

કાગડાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવાઈ રહ્યો છે. હકીકતમાં આ કાગડો એક મહિલા પાસેથી પાંચસો રૂપિયાની નોટ લઈને ઉડી ગયો હતો. મહિલાએ તેની પાસેથી પૈસા પાછા લેવા માટે તરબૂચની લાલચ આપી, પરંતુ તેણે તે ન માન્યો, પછી મહિલાએ એવી વસ્તુ બતાવી કે તે તરત જ રાજી થઈ ગયો.

ઈન્ટરનેટ પર કાગડાનો એક ઈન્ટેલિજન્ટ વીડિયો સોશિયલ મીડિયા યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં એક મહિલા એક મોટા લાકડાના થડ પર નોટ મૂકતી જોવા મળે છે અને પછી જ્યારે તે કોઈ કામ માટે બીજી તરફ વળે છે, ત્યારે એક કાગડો નોટને તેની ચાંચમાં પકડીને ઉડી જાય છે. આ પછી શું થાય છે તે જોઈને નેટીઝન્સ આ વીડિયો પર ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોની સાથે લખ્યું છે, મારો કાગડો બોલ્યો, મને 500 રૂપિયા મળ્યા છે, ચાલો શોપિંગ કરીએ. આ વાયરલ ક્લિપમાં કાગડાને નોટ ઉપાડતા જોઈ શકાય છે. જ્યારે મહિલા તેની પાછળ બુમ પાડતી દોડી હતી. તે ઊડીને બીજા એક ઊંચા સ્થાને બેસી જાય છે.

આ પછી, મહિલા નોટ પાછી લેવા માટે કાગડાને તરબૂચનો ટુકડો આપે છે અને આશા રાખે છે કે તે નોટ જોયા પછી છોડી દેશે, પરંતુ તેની યુક્તિ કામ કરતી નથી. તે પછી તે કાગડાને એક દ્રાક્ષ આપે છે, ત્યારપછી તે તેની નોટને છોડી દે છે. કાગડાની નોટ ફેંકતાની સાથે જ મહિલા ખુશ થતી જોઈ શકાય છે.

કાગડાએ જે બુદ્ધિમત્તા સાથે ફળ ખાવાનું વિડિયોમાં દર્શાવ્યું છે, તેને જનતા પસંદ કરી રહી છે. યુઝર્સ કાગડાના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક તેને કાગડાઓનો ધંધો કહે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે કાગડા હકીકતમાં ખુબ હોશિયાર હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેના વ્યૂઝમાં સતત વધારો થઈ રહ્યો છે.

એક યુઝરે કોમેન્ટમાં કાગડા વિશે લખ્યું, તે બુદ્ધિશાળી છે. બીજાએ કહ્યું, તે એક અદ્ભુત કાગડો છે! ત્રીજા યુઝરે લખ્યું, કાગડાને ખબર ન હતી કે, 500 રૂપિયામાં એક કિલો મટન ખરીદી શકાય છે.

આ વીડિયોમાં દેખાતી મહિલાનું નામ રજની છે અને તે રખડતા પ્રાણીઓને બચાવવાનું કામ કરે છે. આ કાગડો તેનો પાલતુ છે. તેની પાસે ગાય, કૂતરા, બિલાડી જેવા ઘણા પ્રાણીઓ છે, જેની તે સંભાળ રાખે છે. થોડા સમય પહેલા તેણે એક ગરુડને બચાવ્યો હતો, જે ગંભીર રીતે ઘાયલ હતો. ત્યાર પછી તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp