અનંત અંબાણી-રાધિકાના ભવ્ય લગ્નની તારીખ અને સ્થળ નક્કી થઇ ગયા

PC: indiatimes.com

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ 1થી 3 માર્ચે જામનગરમાં યોજાઇ ગયો. હવે તેમના લગ્નની તારીખ અને સ્થળ પણ નક્કી થઇ ગયું છે.અનંત અંબાણી-રાધિકાના લગ્ન 12 જુલાઇ 2024ના દિવસે લંડનના સ્ટોક પાર્કમાં આયોજિત કરવામાં આવ્યા છે. આ પ્રોપર્ટી મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જે જગ્યાએ હવે અનંત-રાધિકા પરણવાના છે.

લંડનના બર્કિગહમ શાયરમાં આવેલા સ્ટોક પાર્કમાં હોલિવુડના સૌથી જાણીતા અભિનેતા જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું શૂંટીંગ થઇ ચૂક્યું છે. એક ગોલ્ડન ફિંગર અને બીજી ટુ મોરો નેવર ડાઇઝ. 900 વર્ષ જૂની આ પ્રોપર્ટી છે જેને હવે હોટલમાં કન્વર્ટ કરી દેવામાં આવી છે.

અનંત- રાધિકાના લગ્ન માટે લંડનમા 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને નીતા અંબાણી લગ્નની તડામાર તૈયારીમાં લાગી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp