2024 લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવામાં સુપ્રીમના 8 નિર્ણયો પણ ભાગ ભજવશે

PC: telegraphindia.com

2024ની સામાન્ય ચૂંટણી બહુ દૂર નથી. PM નરેન્દ્ર મોદીની સાથે BJP અને અન્ય રાજકીય પક્ષો પણ સારી રીતે જાણે છે કે 2023નું વર્ષ સામાન્ય ચૂંટણીની સ્ક્રિપ્ટ ઘણી હદ સુધી લખવા જઈ રહ્યું છે. આ વર્ષે 10 રાજ્યોની વિધાનસભાઓની ફરીથી ચૂંટણી થવાની છે. લોકસભાની કુલ સંખ્યાના 17 ટકા એટલે કે 93 સાંસદો આ રાજ્યોમાંથી આવે છે.

આ સંખ્યાત્મક તાકાત કોઈની પણ રાજકીય ગણતરીઓ બનાવી શકે છે અથવા બગાડી શકે છે. પરંતુ આ બધા કરતાં વધુ મહત્ત્વનું રહેશે સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ. CJIની ખુરશી પર બેઠા પછી DY ચંદ્રચુડનું વલણ પહેલા કરતા વધુ કઠિન છે.

તેનો અંદાજ તાજેતરના નિર્ણયોમાં પણ જોવા મળ્યો છે. કોલેજિયમની ભલામણોના અમલીકરણ અને નોટબંધી પર સુનાવણીના મુદ્દે સર્વોચ્ચ અદાલતે લીધેલું સ્ટેન્ડ દર્શાવે છે કે, હવે સુપ્રીમ કોર્ટ સરકારને તેની શક્તિનો અહેસાસ કરાવવા મક્કમ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે વલણ દાખવ્યું છે તે પહેલા કરતા તદ્દન અલગ છે.

કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સુધારવા અથવા તેને અનુકૂળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. કલમ 370 હટાવ્યા બાદ ત્યાંનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અહીં સરકારે સીમાંકન દ્વારા ઘણો ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો છે. નવી પેટર્નમાં જમ્મુમાં 43 અને ઘાટીમાં 47 સીટો છે. જો POKનું વિલિનીકરણ થાય છે, તો બેઠકો 114 સુધી પહોંચે છે.

સીમાંકનને પડકારતી અરજીઓ પર નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. બે અરજીઓમાં સીમાંકન ખોટું હોવાનું કહેવાયું છે. જો કે કેન્દ્ર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચ તેમના પગલાને યોગ્ય માને છે. પરંતુ હાલમાં નિર્ણય સુપ્રીમ કોર્ટના અંદરમાં છે. કોર્ટે આ અંગેનો નિર્ણય 1 ડિસેમ્બરે અનામત રાખ્યો હતો. પરિણામ 2024 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2022માં, હિજાબ વિવાદ હેડલાઇન્સમાં હતો. કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ સમુદાયે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરી છે. કર્ણાટક હાઈકોર્ટે BJP સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો, પરંતુ હવે આ નિર્ણય સુપ્રીમ કોર્ટે લેવો પડશે. કોર્ટ 2023માં પોતાનો ચુકાદો આપી શકે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યું છે.

પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મથુરા, કાશીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. એક્ટમાં ફેરફાર પર કોર્ટના નિર્ણયથી દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ એક નવું પરિમાણ લઈ શકે છે. રામ મંદિરને 1991ના કાયદામાંથી બહાર રાખવામાં આવ્યું હતું. રામ મંદિર પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. પરંતુ દક્ષિણપંથી લોકો કાશી, મથુરા માટે તૈયારી કરી રહ્યા છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2023માં થનારા અન્ય નિર્ણયની ઘણી અસર થઈ શકે છે. DY ચંદ્રચુડ CJI બન્યા પછી, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા. તેમના પર તેમનો જવાબ આવવાનો બાકી છે. જો સુપ્રીમનો નિર્ણય કેન્દ્રના હિસાબે નહીં હોય તો 2024માં તેની મોટી અસર પડશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ એક બંધારણીય પદ છે. આમાં સરકારની દખલ યોગ્ય નથી. પિટિશનમાં એવી માગણી કરવામાં આવી છે કે, ચૂંટણી કમિશનરની નિમણૂક એ જ રીતે થવી જોઈએ જે રીતે CBI કે અન્ય મહત્ત્વની જગ્યાઓ પર સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

PM મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખુબ વધારે ચર્ચામાં રહ્યો હતો. સાચા-ખોટાને લઈને આજે પણ ચર્ચાઓ ચાલે છે. પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે. 2016ની નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 2023માં પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

બંધારણીય બેંચે આ કેસની સુનાવણી 7 ડિસેમ્બરે પૂર્ણ કરી છે. કોર્ટના નિર્ણયની સરકાર પર ભારે અસર થવાની છે. પરિણામ તરફેણમાં આવે તો વાંધો નથી, પરંતુ જો આ ચુકાદો વિરુદ્ધમાં આવ્યો તો, અન્ય નિર્ણયો અંગે પણ અવાજ ઉઠવાનું શરૂ થઇ જશે.

આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પ્રવેશ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને કહ્યું છે કે, જેને આ આધાર પર અનામત આપવામાં આવી રહી છે તેઓ તેના હકદાર નથી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ત્રણ-બે બહુમતીથી કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પરંતુ હવે તેણે DMKની અરજી પર નિર્ણય આપવો પડશે. જો નિર્ણય કેન્દ્ર અનુસાર નહીં હોય તો તેની અસર 2024માં જોવા મળી શકે છે.

આ સિવાય બે વધુ નિર્ણયો પર સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ પણ મહત્ત્વનું રહેશે. બંધારણીય બેંચે મહત્વના હોદ્દા પર બેઠેલા લોકોના નિવેદનબાજી પર આદેશ અનામત રાખ્યો છે. આ નિર્ણય 2023માં આવવાનો છે. આ સિવાય CRPCની કલમ 319નું બંધારણીય બેંચ દ્વારા અર્થઘટન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે, ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી પણ તે કેસમાં નવી વ્યક્તિને આરોપી બનાવી શકાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp