ભક્ત માટે ખાટુ ધામના દરવાજા રાત્રે 12 વાગે ખોલવા પડ્યા, સમિતિએ બેઠક બોલાવવી પડી

PC: telugu.news18.com

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે વ્યક્તિ કોઈપણ મુશ્કેલીના સમયે ભગવાન તરફ વળે છે. અને તેની આ મુશ્કેલી ભગવાનના કારણે પાર પડી જશે કે તેને સારું કરી દેશે તેવી તેને શ્રદ્ધા હોય છે. આમ તો, ભગવાનના દ્વાર ભક્તો માટે હંમેશા ખુલ્લા હોય છે. પરંતુ કેટલાક મંદિરોમાં એવી પરંપરા ચાલી આવતી હોય છે કે, જ્યારે રાત્રે શયન આરતી થઇ ગયા પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, અને પછી તે બીજા દિવસે સવારે જ ખોલવામાં આવે છે. પરંતુ UPના હરદોઈમાં એક ભક્ત માટે પ્રસિદ્ધ શ્રી ખાટુ શ્યામ મંદિરના દરવાજા રાત્રે 12 વાગ્યે ખોલવામાં આવ્યા હતા.

હરદોઈના પ્રસિદ્ધ શ્રી ખાટુ શ્યામ મંદિરના પૂજારી પંડિત રવિશંકર મિશ્રાના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે એક ભક્ત દંડવત પરિક્રમા કરીને શ્રી ખાટુ ધામમાં દર્શન કરવા આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રાત્રે ભક્તને દર્શન આપવા મુશ્કેલ બની ગયા હતા. પરંતુ જ્યારે આ બાબતે મંદિર સમિતિને જાણ કરવામાં આવી તો, ત્યારે તેઓએ ભક્ત અને ભગવાનના મિલનની સુવિધા માટે રાત્રે દરવાજા ખોલવાની મંજૂરી આપી. જેના કારણે રાત્રે દરવાજા ખોલી ભક્તને બાબા શ્રી ખાટુ શ્યામના દર્શન કરાવવામાં આવ્યા હતા. પૂજારીનું કહેવું છે કે, રોજ રાત્રે 9.30 વાગ્યે શયન આરતી કર્યા પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને પછી બીજા દિવસે સવારે જ ખોલવામાં આવે છે.

એક યુવાન ભક્ત હરદોઈના પ્રસિદ્ધ શ્રી ખાટુ શ્યામ મંદિરે રાત્રે 12 વાગે દર્શન માટે પહોંચ્યો હતો. ત્યાર પછી મંદિરના પૂજારી દ્વારા તેમના માટે રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તેમને દર્શન કરાવવામાં આવ્યા હતા. હકીકતમાં, આ યુવાન ભક્ત રાહુલ ભારતી છે, જેણે જણાવ્યું હતું કે તેની માતાને હૃદયની સમસ્યા હતી, ત્યાર પછી તે રાજસ્થાનના શ્રી ખાટુ ધામમાં તેની માતા સ્વસ્થ થાય તેવી માનતા માનીને આવ્યો હતો અને બાબાના ચમત્કારથી તે સ્વસ્થ પણ થઇ ગઈ. તેમની માનતા પુરી થઇ હોવાથી, દંડવત પ્રણામ કરતા કરતા દર્શન માટે હરદોઈ સ્થિત બાબા શ્રી ખાટુ શ્યામ મંદિર પહોંચ્યા હતા. રાહુલ ભારતી સાથે તેનો આખો પરિવાર પણ રાત્રે બાબાના દર્શન કરવા માટે નીકળી પડ્યો હતો. આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ જોઈને નેટીઝન્સ યુવકના તેની માતા પ્રત્યેના પ્રેમના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp