આ મંદિરમાં ભક્તો માટે છે ડ્રેસકોડ, તેના વગર મંદિરમાં એન્ટ્રી મળશે નહીં
કર્ણાટકના આર. આર. નગરમાં આવેલું રાજા રાજેશ્વરી મંદિર ખૂબ ચર્ચામાં છે. તેમાં મંદિરના સંચાલકો તરફથી તેમના ભક્તો માટે ડ્રેસકોડ બહાર પાડવામાં આવ્યો છે. મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે જે ભક્ત ડ્રેસકોડ પહેરીને આવશે તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ આદેશ પ્રમાણે સ્લીવલેસ ટોપ, જીન્સ અને મિની સ્કર્ટ પહેરીને આવનારી મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત પુરૂષો માટે પણ ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે.
મંદિરના સંચાલકો તરફથી નક્કી કરવામાં આવેલા નવા ડ્રેસ કોડ પ્રમાણે ફક્ત તે જ પુરૂષોને મંદિરમાં પ્રવેશ મળશે જે હિંદુ પરંપરા પ્રમાણે ધોતી અથવા તો પેન્ટ પહેરીને આવશે. આ ઉપરાંત મહિલાઓ પણ સાડી, ચૂડીદાર અને દુપટ્ટા સાથે આવશે તો જ તેમને એન્ટ્રી આપવામાં આવશે.
મંદિરના પ્રવેશ દ્વારા પર એક નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે બરમૂડા, શોટ્સ, મિની સ્કર્ટ, સ્લીવલેસ ટોપ અને શોર્ટ ડ્રેસ પહેરીને આવનારી મહિલાને એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મહિલાઓએ પ્રવેશ દરમિયાન વાળ બાંધીને આવવું પડશે. આ નિયમ મહિલાઓ પર જ નહીં પણ 18 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ માટે પણ લાગુ પડશે.
મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પછી લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ નિર્ણય ખોટો છે. ભગવાન ક્યારેય એવું જોતા નથી કે મંદિરમાં લોકો શું પહેરીને આવે છે તો કેટલાક લોકોનું માનવું છે કે મંદિર ભગવાનનું ઘર છે ત્યાં યોગ્ય પોશાકમાં જ આવવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp