ડ્રાઇવરો મોબાઇલ પર મેચ જોતા હતા, એટલે ટ્રેનને અકસ્માત નડેલો, 14એ જીવ ગુમાવેલા

PC: ndtv.com

આંધ્રપ્રદેશમાં બે ટ્રેન ડ્રાઇવરોની ગંભીર ભૂલને કારણે ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 14 લોકોના મોત થયા હતા. હવે એ વાત સામે આવી છે કે ટ્રેન ડ્રાઇવરો મોબાઇલ પર ક્રિક્રેટ મેચ જોવામાં એટલા મશગૂલ હતા કે ટ્રેક પર ટ્રેન ક્યા ચાલી રહ્યા છે તેનું ધ્યાન જ નહોતું રાખ્યું. જો કે એ અકસ્માતમાં બંને ડ્રાઇવરોએ પણ જાન ગુમાવ્યા હતા.

ગયા વર્ષે આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. બે ટ્રેનની ટક્કર બાદ બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. હવે આ અકસ્માત ટ્રેન ડ્રાઇવરોની બેદરકારીના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જણાવ્યું કે ટ્રેન ચલાવતા ડ્રાઈવરોનું ધ્યાન ટ્રેક પરના બદલે મોબાઇલ પર ચાલી રહેલી ક્રિકેટ મેચ પર હતું.

કેન્દ્રીય રેલવે અશ્વિની વૈષ્ણવે પીટીઆઈને જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં એ દુર્ઘટના એટલા માટે થઈ હતી કારણ કે ક્રિકેટ મેચને કારણે લોકો પાઈલટ અને કો-પાઈલટ બંનેનું ટ્રેન પર ધ્યાન નહોતું.

આવા અકસ્માતો ફરી ન બને તે માટે સુરક્ષાના નવા પગલાં વિશે પણ રેલવે મંત્રીએવાત કરી હતી.તેમણે કહ્યું કે,અમે હવે એવી સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ જે આવા કોઈપણ વિક્ષેપોને શોધી શકે અને ખાતરી કરી શકે કે પાઇલટ અને સહાયક પાઇલટનું ધ્યાન ટ્રેન ચલાવવા પર છે. અમે સુરક્ષા પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. અમે દરેક ઘટનાના મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને ઉકેલો સાથે આવીએ છીએ જેથી તે ફરીથી ન બને.

ગયા વર્ષે 29 ઓકટોબરે સાંજે લગભગ 7 વાગ્યે વિશાખાપટ્ટનમ રાયગડા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ- પલાસા પેસેન્જર ટ્રેનની ટક્કર થઇ હતી.બંને ટ્રેનો એટલી જોરદાર અથડાઇ હતી કે બંને ટ્રેનાના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ટ્રેનના બંને ડ્રાઇવરો સહિત 14 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઇજા પામ્યા હતા.

પ્રારભિંક તપાસમાં એ વાત સામે આવી હતી કે વિશાખાપટ્ટનમ-રાયગડા ટ્રેને સિગ્નલને ઓવરશૂટ કર્યું અને માનવીય ભૂલને કારણે અકસ્માત થયો હતો.તે વખતે પણ ટ્રેનના ડ્રાઇવર અને સહ ડ્રાઇવરમે અકસ્માત માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા, કારણકે ટ્રેનના નિયમોનું ઉલ્લંઘન કરીને બે ડિફેક્ટીવ સિગ્નલને પાર કરી હયા હતા. આ ઘટનામાં Commission of Railway safety (CRS)નો તપાસ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp