7 ફેરા પછી વોશરૂમ જવાનું કહી રોકડ અને ઘરેણા લઈને ભાગી ગઈ કન્યા

PC: newstrack.com

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી લુંટનારી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિત વરરાજાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પીડિત વરરાજાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, વરમાળા પહેરાવવાની વિધિ પછી દુલ્હનએ તેને વોશરૂમમાં જવાનું કહ્યું અને પછી તે પાછી આવી જ નહીં. લાંબા સમય સુધી રાહ જોયા પછી તે પરત ન આવતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તે પોતાની સાથે દાગીના અને રોકડ પણ લઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

આ સિવાય પીડિતએ જણાવ્યું કે, દુલ્હન સાથે આવેલા તેના તમામ સંબંધીઓ પણ ધીમે ધીમે સરકી ગયા અને તેમની અમને ખબર પણ ન પડી. જ્યારે તેને ખબર પડી કે, તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન એક મેરેજ સાઇટ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. વરરાજાએ આ માટે ઘણા પૈસા પણ ત્યાં જમા કરાવ્યા હતા. ઝાંસી જિલ્લાના નાયકૈરા ગામનો રહેવાસી ખલક સિંહ જે ખુદનું ટ્રક ચલાવે છે, તેને ગત ડિસેમ્બર 2023માં કાનપુરના પલક મેરેજ બ્યુરોમાંથી એક મહિલાનો ફોન આવ્યો હતો, જેમાં લગ્ન માટે પૂછવામાં આવ્યું હતું.

મહિલાએ પૂછ્યું કે શું તે પરિણીત છે? ત્યાર પછી ખલક સિંહે જવાબ આપ્યો કે, તેણે હજુ લગ્ન કર્યા નથી. આ પછી, તેણે અમને લગ્ન કરાવી આપવાનું કહ્યું અને પલક મેરેજ બ્યુરોમાં રજિસ્ટ્રેશનના નામે 25,000 રૂપિયા પણ ઓનલાઈન જમા કરાવ્યા. મેરેજ બ્યુરોમાંથી તેણે ઘણી યુવતીઓના ફોટા બતાવીને તેની સાથે લગ્ન કરાવવાની માટેના સંબંધો બતાવ્યા અને સતત પૈસાની માંગણી કરવા લાગ્યા હતા.

ત્યાર પછી અમે અત્યાર સુધી 1 લાખ 10 હજાર રૂપિયા જમા કરાવ્યા છે. લગભગ 3 મહિના પછી 10 એપ્રિલે મેરેજ બ્યુરોની સંચાલક નેહા ઉર્ફે જ્યોતિએ મારા લગ્ન પ્રિયા વર્મા નામની યુવતી સાથે કરાવવાની વાત કરી હતી. તેણે બારાદેવી મંદિરમાં પ્રિયા વર્મા સાથે લગ્ન કર્યા અને લાખોની કિંમતના ઘરેણાં આપ્યા. સાત ફેરા ફર્યા પછી પ્રિયા વોશરૂમ જવાના બહાને દાગીના લઈને ભાગી ગઈ હતી.

DCP સાઉથ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, ખલક સિંહ સાથે લગ્નના નામે લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પીડિત ખલક સિંહનો આરોપ છે કે, જે છોકરી સાથે તેના લગ્ન થયા હતા તે વોશરૂમ જવાના બહાને ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. પીડિત તરફથી મળેલી ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp