લોકસભા પહેલા ચૂંટણી પંચે રાજ્યોને આપ્યો આ આદેશ

PC: hindustantimes.com

લોકસભાની ચૂંટણીમાં બધી પાર્ટીઓ જોરશોરથી લાગી ગઇ છે એવા સમયે ચૂંટણી પંચે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણ થવાની છે એ પહેલા દેશના ચૂંટણી પંચે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જે અધિકારીઓ 3 વર્ષ કરતા વધારે સમય એક જ પોસ્ટ પર હોય તેમની બદલી કરી નાંખવી.

ચુંટણી પંચે પોલીસ તંત્ર અને રેવન્યૂ વિભાગને આદેશ કર્યો છે કે, 31 જાન્યુઆરી પહેલા આવા અધિકારીઓની યાદી ચૂંટણી પંચને મોકલી આપવી.

ફેબ્રુઆરી 2024 પછી ધડાધડ બદલીઓ આવી શકે છે. પોલીસ તંત્રમાં પીએસઆઇ, પીઆઇ, ડેપ્યુટી એસપીની બદલી થશે તો રેવેન્યૂ વિભાગમાં મામતદાર અને ડેપ્યુટી કલેકટરની બદલી થશે.

ગુજરાતમાં પણ આનો અમલ થશે અને ફેબ્રુઆરી પછી બદલીઓ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp