અયોધ્યામાં 101 કિલો સોનાનું દાન કરનાર પરિવાર મુળ પાકિસ્તાનનો છે

PC: diamondworld.net

અયોધ્યાના રામ મંદિરમાં જે સોનાના દરવાજા બન્યા છે તેના માટે 101 કિલો સોનું દાન આપનાર લાખી પરિવાર મુળ પાકિસ્તાનનો છે અને વિભાજન વખતે તેઓ ભારત આવી ગયા હતા. સુરતના ડાયમંડ ઉદ્યોગકાર અને સોનાની સખાવત માટે જાણીતા દિલીપ લાખીના પિતા વિસનદાસ હોલારામે જયપુરમાં જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો હતો.

દિલીપ લાખી 22 વર્ષની ઉંમરે મુંબઇ ગયા હતા અને ત્યાં તેમણે ડાયમંડ ઉદ્યોગની શરૂઆત કરીને બિઝનેસને એક ઉંચાઇએ પહોંચાડ્યો હતો. એ જમાનામાં લાખી ગ્રુપની ડાયમંડ કંપની એશિયાની સૌથી મોટી કંપની તરીકે ઓળખાતી.

દિલીપ લાખીએ તેમના પિતા વિસનદાસ હોલારામના નામથી અયોધ્યા રામ મંદિરના દરવાજા માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું હતું, જેની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત તેમણે સોમનાથના મંદિરમાં 110 કિલો અને બદરીનાથ મંદિરમાં પણ 51 કિલો સોનું દાનમાં આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp