NEETના પેપર આઉટ કરાવવામાં પિતા-પુત્રની જોડી નીકળી ગજબની ટોપીબાજ

PC: medicine.careers360.com

આ દુનિયામાં એક પુત્ર માટે સૌથી મોટી પ્રેરણા તેનો પિતા હોય છે. દરેક પુત્ર ઈચ્છે છે કે તેના પિતાએ જેટલું નામ કમાયું છે તેનાથી વધારે તેનું નામ હોય, પરંતુ એ કેટલું સત્ય છે કે જો કોઈ પિતા ગુનેગાર હોય તો તેનો પુત્ર તેનાથી પણ મોટો ગુનેગાર બનીને દેખાડે. હાલના દિવસોમાં બિહાર પોલીસના હાથે ચઢેલી પિતા-પુત્રની જોડી જોઈને તો એવું જ લાગે છે કે બંને વચ્ચે ક્રાઇમની દુનિયામાં એક બીજાથી વધારે મોટું નામ બનાવવાની હોડ છે. NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસે હવે સૉલ્વર ગેંગના અન્ય સભ્યોની ધરપકડ કરી રહી છે.

તેના પર સંભવિત સ્થળો પર છાપેમારી કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં અતુલ વતસ્ય નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. પોલીસ મુજબ, અગાઉના એક કેસમાં અતુલના પિતા અરુણ કેસરીની CBI દ્વારા ધરપકડ કરાઇ ચૂકી છે. હવે આ કેસમાં બિહાર પોલીસ સંજીવ મુખિયાની પણ શોધ કરી રહી છે. બિહાર પોલીસ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, NEET પેપર લીક કેસમાં અતુલની ભૂમિકા ખૂબ જ ખાસ છે. પોલીસને શંકા છે કે અતુલ પણ સૉલ્વર ગેંગનો હિસ્સો છે અને તેણે પણ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવ્યા હતા.

અગાઉ અતુલના પિતા અરુણ કેસરીની CBI ધરપકડ કરી ચૂકી છે. અરુણ કેસરીની ધરપકડ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં કરવામાં આવી હતી. પોલીસ પેપર લીક કેસમાં અતુલના પિતાની પણ પૂછપરછ કરી શકે છે, જાણકારો મુજબ પોલીસ અતુલની પણ શોધખોળ કરી રહી છે. પોલીસને સૂચના મળી છે કે અતુલ મહારાષ્ટ્રમાં ક્યાંક છુપાયેલો છે. NEET પેપર લોક કેસમાં પોલીસ હવે સંજીવ મુખિયાની શોધખોળ કરી રહી છે. જાણકારો પાસેથી મળી રહેલી જાણકારી મુજબ, સંજીવ મુખિયા પેપર લીક કેસમાં સૌથી મોટી કડી છે.

પોલીસ સંજીવની ધરપકડ કરીને આ મામલે ઘણા મોટા ખુલાસા કરી શકે છે. સંજીવ બિહારના નલંદાનો રહેવાસી છે. તેની જેમ જ તેનો પુત્ર શિવ પણ ગુનાની દુનિયામાં જાણીતું નામ છે. શિવ ઉપર બિહાર શિક્ષક ભરતીનું પેપર લીક કરાવવાનો આરોપ હતો. પોલીસે અન્ય સાથીઓ સાથે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી શિવની ધરપકડ કરી હતી. NEET પેપર લીક કેસમાં પોલીસ અતુલ વતસ્યની પણ શોધ કરી રહી છે. પોલીસ મુજબ અતુલ પણ સૉલ્વર ગેંગનો સભ્ય છે. પોલીસ તેની ધરપકડ માટે છાપેમારી કરી રહી છે.

ગુનાની દુનિયામાં અતુલની એન્ટ્રી છોકરીના પ્રેમના ચક્કરમાં થઈ હતી. કહવામાં આવે છે કે મેડિકલની તૈયારી કરવા દરમિયાન જ અતુલની મિત્રતા મેડિકલની જ તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે થઈ. જેને તે પોતાની ગર્લફ્રેન્ડ માની બેઠો. કહેવામાં આવે છે કે બંનેની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે સાથે જ અભ્યાસ પણ કરતા હતા. એ દિવસોમાં અતુલને આશા હતી કે તે આ વખત પરીક્ષામાં નીકળી જશે, પરંતુ જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું તો અતુલની એ મિત્ર તો એ પરીક્ષામાં પાસ થઈ ગઈ, પરંતુ અતુલ નાપાસ થયો. ત્યારબાદ તૈયારી છોડીને કોચિંગ ભણાવવાનું શરૂ કર્યું અને પછી એ દરમિયાન તે સૉલ્વર ગેંગના સંપર્કમાં આવ્યો અને એવી રીતે તેની એન્ટ્રી ક્રાઇમની દુનિયામાં થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp