દીકરા માટે માનેલી માનતા પૂરી કરવા દંડવત વૈષ્ણોદેવી જવા નીકળ્યા પિતા
જ્યારે માણસ બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે એક આશા હંમેશાં રાખતો હોય છે કે, હવે તો ભગવાન કરે તે જ ખરું. શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે અને તેની તાકત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે. ભગવાન ઉપર ભરોસો રાખવા માત્રથી વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપરાંત ઘણું બધું કામ કરી બતાવે છે. લોકો માનતાઓ માનતા હોય છે, ઉપવાસ કે વ્રત કરતા હોય છે. આ તમામ પાછળ શ્રદ્ધા જ વ્યક્તિ મનોબળ પૂરું પાડે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. દીકરાના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા મહારાષ્ટ્રથી વૈષ્ણોવદેવી સુધી પિતાએ દંડવત યાત્રાની શરૂઆત કરી છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો.
મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા દેવીદાસ શિરપાદ થોરાત (ઉંમર 45)ના પોતાના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. તેના 10 વર્ષીય દીકરાને કરંટ લાગ્યો હતો અને તેમાં તે આખા શરીરે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટરોએ પણ ના પાડી દીધી હતી. પિતા સહિત પરિવારના તમામ સભ્યો નિરાશ થઈ ગયા હતા. પોતાના દીકરાને બચાવવા માટે પિતા ગમે તે કરવા તૈયાર હતો. તેથી તેણે પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા રાખી હતી.
માતા વૈષ્ણોદેવીની અસીમ કૃપાથી દીકરાનું ઓપરેશન થયું અને સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દીકરાને નવજીવન મળ્યું છે. તે આ માનતા એક વખત પૂરી કરી ચૂક્યો છે. જેમાં તે પોતાની દીકરીને સાથે લઈને ગયો હતો. જ્યારે આ વખત તે એકલો આ માનતા પૂરી કરવા જઈ રહ્યો છે. જેથી પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે દેવીદાસે મહારાષ્ટ્રથી 4 મહિના અગાઉ દંડવત યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં તે પાવાગઢ, અંબાજી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, કટારા સુધી યાત્રા કરી ચૂક્યો છે.
આજે તે તેના સાથી મિત્ર રાજેન્દ્રભાઇ જે તેનો પાડોશી પણ છે. તેની સાથે ગોધરા આવી પહોંચ્યો હતો. જ્યાં એક અખબાર સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, પોતાના દીકરાને કરંટ લાગ્યો હતો, તેના બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટોરોએ પણ ઇનકાર કરી દીધો હતો. જેના કારણે તેણે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા માની હતી. પોતાના દીકરાની સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઓપરેશન થતા તે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવા નીકળ્યો છે. 6 મહિના બાદ તે વૈષ્ણોદેવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, દેવીદાસ આ બીજી વખત વૈષ્ણોદેવીની યાત્રા કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોતાના દીકરાને કરંટ લાગવાના કારણે ગંભીર રીતે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા ન હતી. જેથી તેણે મહારાષ્ટ્ર-વૈષ્ણોદેવી યાત્રા કરવાની માનતા રાખી હતી. સંજોગોવસાત પોતાના દીકરાને સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી કરી બચી જતા. તે ચાર મહિના અગાઉ જ પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી નીકળ્યો હતો. થ્રીજવી મુકે તેવી ઠંડી હોવા છતા પણ માતાજી ઉપર અપાર શ્રદ્ધા હોવાથી આજે તે ગોધરા આવી પહોંચ્યો હતો અને ત્યાંથી તે આગળ લુણાવાડા તરફ જવા નીકળ્યો હતો. રસ્તામાં આવતા મંદિરો અને ધર્મશાળામાં તે રાત્રિ રોકણ કરે છે અને ત્યાં જ જમે છે. સવાર પડતાની સાથે જ દંડવત યાત્રા શરૂ કરે છે. આમ તેની આ અપાર શ્રદ્ધા જ તેને બળ પુરૂ પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp