માત્ર મુંબઇમાં જ થતો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થશે અને તે પણ 2 દિવસ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફિલ્મફેર એવોર્ડ માત્ર માયા નગરી મુંબઇમાં જ આયોજિત થતો હતો, પરંતું 69મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે અને ફિલ્મફેર એવોર્ડના ઇતિહાસમાં પહેલાવીર 2 દિવસનો કાર્યક્રમ થવાનો છે. ગુજરાત ટુરિઝમ આયોજિત ફિલ્મફેર એવોર્ડનો કાર્યક્રમ જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર હોસ્ટ કરવાના છે.

69મો ફિલ્મફેર એવોર્ડ્સ2024, ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન કરવાનું એલાન કર્યું છે. કરણ જૌહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ટીમ આ કાર્યક્રમને હોસ્ટ કરશે અને એ રાત્રે રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પર્ફોર્મન્સ આપશે.

એ પહેલા 27 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં કર્ટન રેઇઝર કાર્યક્રમ થશે અને ટેક્નિકલ એવોર્ડ વિજેતાઓને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. બોલિવુડ કલાકારોનો ઝમાવડો ગુજરાતમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp