લોકડાઉનના કારણે લગ્ન લંબાતા યુવતીએ આપઘાત કર્યો

PC: intoday.in

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રસંગો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો અને લોકોને એકઠા ન થવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. બે મહિના જેટલાં સમયના લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને અનલોકની ગાઈડલાઈન અનુસાર લોકોના છૂટછાટ આપવા માટે જણાવ્યું છે. જેથી દેશમાં ધંધા રોજગારો ખુલ્યા છે અને ધાર્મિક સ્થળો પણ ખુલ્યા છે. તો બીજી તરફ લગ્ન પ્રસંગો અને અંતિમવિધિમાં નિયમો અનુસાર લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કોરોનાની મહામારીના કારણે આપવામાં આવેલા લોકડાઉનમાં લગ્ન રદ્દ થાય હોવાથી યુવક અથવા તો યુવતીના આપઘાત કર્યો હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો છત્તીસગઢમાં સામે આવ્યો છે. જેમાં 26 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરે છે.

રિપોર્ટ અનુસાર છત્તીસગઢના દુર્ગમાં સુપેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધિકા નગરમાં 28 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે લોકડાઉનના કારણે પરિવારજનોએ 26 વર્ષની યુવતીને લગ્નની તારીખ આગળ વધારી હતી. એ પહેલા યુવતીના લગ્ન માર્ચ મહિનામાં થવાના હતા પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કારણે પરિવારજનો દ્વારા લગ્નને ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યા હતા. આ વાતના કારણે યુવતી ટેન્શનમાં રહેતી હતી, તેથી તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસે યુવતીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ બાબતે યુવતીના પરિવારજનોએ કહ્યું હતું કે, સવારે જયારે યુવતીના રૂમમાંથી કોઈ અવાજ ન આવતાં તેમને યુવતીના રૂમમાં જોયુ ત્યારે યુવતી પંખા સાથે લટકેલી હાલતમાં મળી હતી. જેથી તેમણે તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને યુવતીના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

યુવતીના લગ્ન જે યુવક સાથે થવાના હતા તે યુવક દુબઈમાં કામ કરતો હતો અને માર્ચ મહિનામાં કોરોના વાયરસના કારણે યુવતીના લગ્ન લંબાયા હતા જેના કારણે યુવતી ટેનશનમાં રહેતી હતી અને લગ્નના કારણે ટેન્શનમાં આવી યુવતીએ આપઘાત કર્યો હતો. ઘટના સ્થળ પર પોલીસે તપાસ કરી હતી પરંતુ પોલીસને કોઇ સ્યૂસાઈડ નોટ મળી નહોતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કર્યો છે.

આ બાબતે પોલીસનું કહેવું છે કે, અમને માહિતી મળી હતી યુવતીએ આપઘાત કર્યો છે. જેથી અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર જઈને જોયું ત્યારે યુવતીનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો, તેથી અમે મૃતદેહને નીચે ઉતારી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે લોકડાઉનના કારણે તેના લગ્નની તારીખ લંબાવામાં આવી હતી. તેના કારણે તે યુવતી ટેન્શનમાં રહેતી હતી અને ટેન્શનમાં યુવતીએ આ પગલું ભર્યું છે. યુવતીનો મંગેતર દુબઈમાં કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp