છોકરી વર શોધી રહી છે, જે એની રીલ બનાવે અને..., લોકો બોલ્યા- નોકરીની જાહેરાત લાગે

PC: navbharattimes.indiatimes.com

લગ્ન કરવા એ એક મોટી સમસ્યા છે. આ સંબંધ બનાવવા અને જાળવવા માટે બંનેમાં મનુષ્ય ઘણો સંઘર્ષ કરતો હોય છે. જેઓ લગ્ન કરે છે તેમાંથી મોટાભાગના લોકો કહે છે કે, લગ્ન ન કરવા જોઈએ. પરંતુ જેના લગ્ન નથી થયા, તેમણે લગ્ન કરવા જ પડે છે. પણ લગ્નના લાડુ એવા છે કે, જે ખાય છે તેને પસ્તાવો થાય અને જે નથી ખાધો તેને પણ પસ્તાવો થાય. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. આવી સ્થિતિમાં રીલની દુનિયા પણ પતિ-પત્ની અને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના વીડિયોથી ભરેલી છે. આજકાલ, વરની શોધ કરતી છોકરીઓની રીલ્સ પણ વાયરલ થાય છે. જો કે, મેચ મેકર્સ સિવાય, પાર્ટનર શોધવા માટે મેટ્રિમોનિયલ એપ્સનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. પણ ભાઈ.., લગ્નની જાહેરાતો હજુ પણ ન્યૂઝ પેપરોમાં છપાતી હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ન્યૂઝપેપરની મેટ્રિમોનિયલ એડ વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે, છોકરી વર શોધી રહી છે કે, તેને નોકરીની ઓફર કરી રહી છે.

 

આ જાહેરાતનું શીર્ષક છે, સોશિયલ મીડિયા પ્રભાવક એક વરની શોધમાં છે. મારું નામ રિયા છે. હું મારા માટે યોગ્ય જીવનસાથી + વર શોધી રહી છું. છોકરો કેમેરાથી ડરતો ન હોવો જોઈએ અને મારી સાથે સંબંધની રીલ બનાવવાની ઈચ્છા રાખતો હોય. આ ઉપરાંત, તેને MOI-MOI જેવા ટ્રેન્ડિંગ સંગીત પર કન્ટેન્ટ કેવી રીતે બનાવવી તે જાણતો હોયો જોઈએ. તે સંયુક્ત કુટુંબમાંથી ન હોવો જોઈએ. કૃપા કરીને મારો સંપર્ક કરતા પહેલા 'Amazon Mini TV' પર 'હાફ લવ હાફ અરેન્જ્ડ' જોઈ લો, જેથી તમને ખબર પડે કે, મને કેવા છોકરાઓ પસંદ નથી. અને હા, વ્યક્તિને પ્રીમિયર પ્રોની જાણ હોવી જોઈએ, જેથી કરીને તે મારા રીલ્સ/વ્લૉગમાં એડિટિંગ કરી શકે.

 

આ લગ્નની જાહેરાત X યુઝર આયુષી ગુપ્તા (@Aaayushiiiiiii) દ્વારા 27 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવી હતી. તેના કેપ્શનમાં તેણે લખ્યું, કદાચ આ અત્યાર સુધીની સૌથી અનોખી મેટ્રિમોનિયલ એડ છે. આ સમાચાર લખાય ત્યાં સુધી આ પોસ્ટને 8 લાખ 53 હજાર વ્યુઝ અને સાડા સાત હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી છે. એક વ્યક્તિએ લખ્યું, રીલ-એશનશીપ ગોલ્સ! બીજાએ લખ્યું કે, હું આ માટે પ્રબળ દાવેદાર છું. ત્રીજા વ્યક્તિએ લખ્યું કે, આ નોકરીની જાહેરાત છે કે, લગ્નની. અચ્છા તો, આ વિશે તમારો અભિપ્રાય શું છે? ટિપ્પણીઓમાં તમારા વિચારો જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp