Video:કરિયાવરમાં નક્કી થયેલી વસ્તુ આપો તો જ લગ્ન કરીશ, લોકોએ કહ્યુ 10 તમાચા મારો

PC: indianexpress.com

કરિયાવરની કુપ્રથા સામે અનેક કાયદાઓ બનવા છતા આજે પણ દેશમાં કરિયાવર માંગનારો પરિવારોની ખોટ નથી અને આજેપણ યુવતીઓના અસહાય પરિવારો કરિયાવર પ્રથાનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે બિહારના એક યુવકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે કરિયાવરમાં નક્કી થયેલી વસ્તુઓ પહેલાં આપો તો જ લગ્ન કરીશ નહીં તો જાન લઇને પાછો ચાલ્યો જઇશ. આ વીડિયો વાયરલ થયા પછી લોકો આ યુવક સામે ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોએ કહ્યું  કરિયાવર નહીં એને 10 તમાચા મારો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે જો દુલ્હનનો પરિવાર વાયદા મુજબ તેની માંગ પુરી નહીં કરે તો પોતે લગ્ન નહીં કરે અને જાન પાછી લઇ જશે. યુવક કહી રહ્યો છે કે તે સરકારી નોકરી છે એટલે તેની માંગ પુરી કરવી જોઇએ. વીડિયોમાં દુલ્હો એમ પણ કહી રહ્યો છે કે હજુ સુધી અમને કેશ મળી નથી, સામાન પણ નથી કે ચેન પણ મળી નથી.

જયારે લગ્ન કરવા આવનાર દુલ્હાને લોકોએ પુછ્યું કે કરિયાવર માંગતા તને શરમ નથી આવતી? તો યુવકે પોતાના બચાવમાં કહ્યું હતું કે બધા જ કરિયાવર લે છે પરંતુ પકડાતા નથી. ઇન્ડિયન એક્સપ્રેસના  કહેવા મુજબ તારીખ વગરના આ વીડિયોની ઘટના બિહારના છપ્પલપુર ગામની છે.

વીડિયો વાયયલ થયો તો લોકો કરિયાવર માંગનાર દુલ્હાને  બરાબરની ફટકાર લગાવી રહ્યા છે. આજના આધુનિક યુગમાં પણ આવા કરિયાવર માંગનારો યુવાનો છે એ જાણીને લોકોનો ગુસ્સો ફુટી રહ્યો છે. એક યુવકે લખ્યું કે યુવતીએ લગ્ન મંડપમાંથી ઉઠીને જે સોનાની ચેઇનની યુવક માંગ કરી રહ્યો છે એનાથી ગ ગળું ઘોટી દેવું જોઇએ.  યુવતીના પરિવાર પર ભારે સામાજિક દબાણ છે.

હવે મહિલાઓ વધારે શિક્ષિત થઇ છે એટલે જાતે જ કરિયાવરનો વિરોધ કરે છે અને કરિયાવર માંગનારા પરિવાર સાથે લગ્ન કરતી નથી. પરંતુ ચિંતાજનક વાત એ પણ છે કે હજુ આજે પણ એવા પરિવારો છે જે પોતાના પુત્રોને બિઝનેસ સમજીને યુવતીના પરિવાર પાસે કરિયાવર માંગતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp