દુલ્હાએ લગ્ન વચ્ચે દહેજમાં મોટી કારની જિદ કરી, પછી એવું થયું કે મોંઘુ પડી ગયું

PC: twitter.com

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં નિકાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. છોકરાવાળાઓ ચિંતામાં એકસાથે બેઠેલા જોવા મળે છે. સમસ્યાનું કારણ પણ રસપ્રદ છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પહેલા જ વરરાજાએ કરિયાવરમાં નાની કારની જગ્યાએ મોટી કારની માંગ કરી હતી. પછી શું, તેણે માત્ર કાર ખાતર લગ્ન કરવાની ના પાડી દીધી. ભારે હંગામો થયો. ઉગ્ર ચર્ચાઓ થઈ. ત્યારપછી છોકરીના પરિવારે લગ્નનો તમામ ખર્ચ પરત લઈને પછી જ છોકરાના પરિવારને જવા દીધા હતા.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ ઘટના બુલંદશહરના ઔરંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના બગવાલા ગામમાં બની હતી. ગાઝિયાબાદના ભોજપુરથી 18 ડિસેમ્બરે લગ્નની જાન ત્યાં પહોંચી હતી. બપોરે ત્રણ વાગ્યે મૌલવીને નિકાહ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારપછી યુવતીના પરિવારે કરિયાવરની યાદી વાંચવાનું શરૂ કર્યું. તેમાં સ્વિફ્ટ કાર પણ સામેલ હતી. આરોપ છે કે, સ્વિફ્ટ કારનું નામ સાંભળતા જ છોકરાવાળાઓએ હંગામો મચાવ્યો અને ક્રેટા કારની માંગ કરવા લાગ્યા. વરરાજાએ કથિત રીતે ક્રેટા કારની માંગને લઈને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

વરરાજાએ કહ્યું કે, કરિયાવરમાં ક્રેટા કાર આપવાનું નક્કી થયું હતું, તો સ્વિફ્ટ કાર કેમ આપવામાં આવી રહી છે. આ પછી વરરાજા લગ્ન કરવાનો ઇનકાર કરવા લાગ્યો. તે ઘણા સમય સુધી મોઢું ફુલાવીને બેસી રહ્યો. યુવતીના પરિવારજનો તેને લાંબા સમય સુધી સમજાવતા રહ્યા. પણ તે ચૂપચાપ બેસી રહ્યો. પરંતુ વાત વધુ ખરાબ થઇ રહી હતી. ત્યાર પછી બંને પક્ષે સગા સબંધીઓ સક્રિય થયા હતા. આખરે, એક સમજૂતી થઈ કે વર પક્ષે લગ્નમાં જે પણ ખર્ચ કરવામાં આવ્યો હતો તે તરત જ પરત કરવો જોઈએ. આ રીતે, કરિયાવરના મુદ્દાને કારણે ખૂબ જ સારા લગ્ન આખરે રદ થયા.

કલાકો સુધી કારના મુદ્દે બંને પક્ષે ભારે ચર્ચા ચાલી હતી. બંને પક્ષના વડીલોએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. નક્કી થયું કે ન તો મોટી ગાડી આપવામાં આવશે અને ન તો લગ્ન થશે. છોકરીના પરિવારે માંગ કરી હતી કે છોકરાના પરિવારે લગ્નમાં ખર્ચ કરેલા પૈસા પરત કરવા જોઈએ. જેનો કુલ ખર્ચ 17 લાખ 25 હજાર રૂપિયા થયો હતો.

ઉગ્ર ચર્ચાઓ કર્યા પછી છોકરાવાળાઓએ રાત્રે 12 વાગે 12.50 લાખ રૂપિયા પરત કર્યા હતા. બાકીના પૈસાના બદલામાં, તેઓએ એક કાર અને કેટલાક ઘરેણાં ગીરવે રાખ્યા હતા. ત્યાર પછી જ વરરાજા પક્ષના જાનૈયાઓને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા. આ મામલે બંને પક્ષમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. એવી માહિતી મળી હતી કે, લગ્નની આ જાન ગયા પછી, કન્યા પક્ષે કથિત રીતે નજીકના ગામમાંથી બીજા લગ્નની જાનને બોલાવી હતી અને પુત્રીના લગ્ન બીજા કોઈ સાથે કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp