મકાન બે માળનું કરી દીધું, કેમેરા સામે સરકારી કર્મચારીએ પોતાની જ પોલ ખોલી

PC: malwaabhitak.com

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના એક ડેપ્યુટી રેન્જરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતે જ પોતાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. 6 મિનિટ અને 4 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે 240 સિરૈયામાં તળાવના બાંધકામ માટે માપણી દરમિયાન લેવામાં આવ્યો છે. આ વીડિયો 15 દિવસ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માનસિંહ કહે છે કે ડેપ્યુટી રેન્જરની નોકરી એમ નેમ નથી મળી, બધાને મળીને 5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે.

દેવાસના ડેપ્યુટી રેન્જર માનસિંહ ગૌડનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં માનસિંહ પોતાની પોલ ખોલી રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી માનસિંહ ગૌડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના વન વિભાગના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે. આ વીડિયોમાં ડેપ્યુટી રેન્જર માનસિંહ ગૌડ એવું કહે છે કે, પહેલાં તેમની પાસે એક જ માળનું મકાન હતું,કમાણી કરીને હવે બે માળનું મકાન કરી દીધું છે. કાર પણ નવી લઇ લીધી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડેપ્યુટી રેન્જર માનસિંહ ગૌડ પોતે કબુલ કરી રહ્યા છે કે રાજનીતિ અને રૂપિયાના દમ પર તેમવે ખાતેગામમાં રેન્જર તરીકે ચાર્જ લીધો છે. માનસિંહ વીડિયોમાં કહી રહ્યા છે કે, ક્યાં તો તમારી પાસે પૈસા હોવા જોઇએ અથવા તમારા રાજકારણમાં દમ હોવો જોઇએ. મેં ખાતેગામમાં ચાર્જ લીધો તો વન મંત્રીથી માંડીને બધાને 5 લાખ રૂપિયા આપ્યા ત્યારે ચાર્જ મળ્યો.

વીડિયો વાયરલ થયા પછી માનસિહં પર તવાઇ આવી છે. તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે અને ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. DFO પી કે મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ મામલે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં માનસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મકાન અને કારની પણ તપાસ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નવેમ્બરના પહેલા અઠવાડિયાનો છે. જો કે, માનસિંહ ગૌર જે વાત કરી રહ્યા છે તે 2021ની છે જ્યારે તેમણે ખાતેગામ રેન્જના પ્રભારીનો ચાર્જ સંભાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp