26th January selfie contest

લગ્ન પછી સાળી સાથે પ્રેમ થતા પતિએ પત્ની અને પુત્રની હત્યા કરી

PC: news18.com

લગ્ન બાદ પતિ અથવા તો પત્નીને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે પતિએ પત્નીની અથવા તો પત્નીએ પતિની હત્યા કર્યા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે આવો જ કિસ્સો રાજસ્થાનના જયપુરમાં સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ યુવકને પત્નીની બહેન સાથે પ્રેમ થઈ જતા યુવકે તેના ભાઈ અને પ્રેમિકા સાથે મળી પત્ની અને પુત્રની હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મહિલા અને એક પુત્રના હત્યાના ગુનામાં મૃતક મહિલાના પતિ, દિયર અને મહિલાની બહેનની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરી હતી અને પોલીસની તપાસમાં સમગ્ર હત્યાકાંડના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

રિપોર્ટ અનુસાર રાજસ્થાનની રાજધાની જયપુરના કરધની વિસ્તારમાં સૂર્યનગર નાડીના ફાટક પાસે રહેતી 38 વર્ષની અનિતા શર્મા અને તેના 14 વર્ષીય પુત્ર મયંક શર્માનો ઝેરી દવા પી લેવાના કારણે મોત થયુ હોવાની ઘટના સામે આવી હતી. 25 જૂનના રોજ બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સમગ્ર મામલે અનિતનો પતિ અનિલ શર્મા, પત્ની અને પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરો એ બંનેને મૃત જાહેર કર્યા હતા. જેથી આ સમગ્ર મામલે પોલીસે હત્યાની આશંકા દાખવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન મૃતક મહિલા અનિતા શર્માના પતિ અનિલ શર્મા, અનિલના ભાઈ સુનિલ શર્મા અને સાળી પૂજાની ધરપકડ કરી હતી અને ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી હતી.

પોલીસની પૂછપરછમાં અનિલ શર્માએ નાનાભાઈ અને પ્રેમિકા સાથે મળી પત્ની અને પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. અનિલે પોલીસને જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેને સાળી પૂજા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ પૂજાના લગ્ન થોડા વર્ષ પહેલા થઇ ગયા હતા. તે લગ્ન પછી પણ પતિ સાથે રહેતી ન હતી જેથી અનિલને પૂજા સાથે લગ્ન કરવા હતા પરંતુ પત્ની અને પુત્ર રસ્તા વચ્ચે કાંટા સમાન હતા એટલા માટે અનિલ શર્માએ તેના ભાઈ સુનિલને હત્યાકાંડમાં હાથો બનાવ્યો હતો.

અનિલ શર્માએ તેમના નાના ભાઈ સુનિલને લાલચ આપી હતી કે, જો તે ભાભી અને પુત્રની હત્યા કરવામાં મદદ કરશે તો તેના લગ્ન કરાવી દેશે, એક મકાન અને રૂપિયા આપશે. મકાન, રૂપિયા અને લગ્નની લાલચમાં આવી સુનિલ શર્માએ અનિલની પત્ની અને પુત્રને ઘેનની ગોળી આપી દીધી. સુનિલેએ આ ઘટનાને અંજામ આપવા માટે જે સમય અનિલ અને પૂજા અજમેરમાં આવેલી એક હોટલમાં રોકાયા હતા ત્યારે ઘરે સુનિલે ભાભી અને ભત્રીજાના ખાવામાં 13 ઊંઘની ગોળીઓ મિક્સ કરી દીધી હતી. એટલે કે ઊંઘની ગોળીઓ વાળુ જમવાનું ખાધા બાદ પણ પત્ની અને પુત્રના શ્વાસ ચાલતા હતા. તેથી પતિ અને પૂજા રાત્રિના સમયે ઘરે આવ્યા હતા અને અનિતા અને પુત્રને સિકંજીમાં સેલ્ફાસની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. જેના કારણે અનિતા અને તેના પુત્ર મયંકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અનિલે આપઘાતમાં બદલી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને મળેલા પુરાવાના આધારે પોલીસને અનિલન નાના ભાઈ સુનિલ પર શંકા ગઈ હતી. તેથી પોલીસે સમગ્ર મામલો આપઘાતનો નહીં પરંતુ હત્યાકાંડનો હોવાની શંકા જતા પોલીસે અનિલ, સુનિલ અને પૂજાની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ કરતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp