પતિ દરરોજ સ્નાન કરવાને બદલે ગંગાજળ છાંટી લેતો, મહિલાએ માગ્યા છૂટાછેડા

PC: navbharattimes.indiatimes.com

જ્યારે પણ છૂટાછેડાના સમાચાર સાંભળવામાં આવે છે, ત્યારે મોટાભાગના લોકો વિચારે છે કે, તે કંઈક ખૂબ જ ગંભીર હોવું જોઈએ. પરંતુ દરેક જગ્યાએ આવું થતું નથી. મીડિયા સૂત્રના એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના આગ્રામાં એક પત્ની તેના પતિને માત્ર એટલા માટે છૂટાછેડા આપવા માંગે છે, કારણ કે તે તેની સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતો. જો કે તે કેટલાક લોકો માટે નિયમિત બાબત હોઈ શકે છે, અને ઘણા લોકો માટે તે સ્વચ્છતાની બાબત હોય છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહિલાએ તેના લગ્નના 40 જ દિવસમાં તેના પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા. પતિની નહાવાની વિચિત્ર આદતથી કંટાળેલી મહિલાએ આ કરવાનું નક્કી કર્યું. મહિલાનું કહેવું છે કે, તેનો પતિ નિયમિત રીતે સ્નાન કરતો નથી અને ગંગા જળ છાંટીને કામ ચલાવી લે છે.

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ મહિલાનું કહેવું છે કે, તેનો પતિ મહિનામાં માત્ર એક કે બે વાર જ સ્નાન કરે છે. તેના કારણે તેના શરીરમાંથી 'દુર્ગંધ' આવે છે, જેને તે સહન કરી શકતી નથી. તેથી, મહિલાએ હવે તેના લગ્ન જીવનને અહીં જ સમાપ્ત કરવાનો નિર્ણય લઇ લીધો છે. આ માટે તેણે આગ્રાની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે.

રિપોર્ટ અનુસાર મહિલાના પતિનું નામ રાજેશ છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ રાજેશ અઠવાડિયામાં એક વખત પોતાના પર ગંગા જળ છાંટે છે. જો કે મહિલાના આરોપો પર પતિનું કહેવું છે કે, પત્નીના આગ્રહ પર તેણે 40 દિવસમાં છ વખત સ્નાન કર્યું છે.

મીડિયા સૂત્રએ ફેમિલી સેન્ટરના કાઉન્સેલરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, મહિલાના પરિવારે પોલીસમાં દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી છે અને છૂટાછેડાની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, મહિલા તેના પતિ સાથે ઝઘડા પછી તેના માતા-પિતાના ઘરે રહે છે. મામલો સામે આવ્યા પછી પતિએ પોતાની અંગત સ્વચ્છતા સુધારવા માટે સંમતિ આપી છે. જોકે, મહિલા હવે રાજેશ સાથે રહેવા તૈયાર નથી. પતિ-પત્નીને એક અઠવાડિયા પછી કાઉન્સેલિંગ સેન્ટર પર પાછા આવવાનું કહેવામાં આવ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના આગ્રામાંથી છૂટાછેડાનો વધુ એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ પાસે કુરકુરેનું પેકેટ ન મળવાને કારણે છૂટાછેડા માંગ્યા હતા.

મીડિયા સૂત્રના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાને મસાલેદાર ખાવાની આદત હતી. તે તેના પતિને દરરોજ 5 રૂપિયાની કિંમતનું કુરકુરે લાવવાનું કહેતી હતી. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત બોલાચાલી થતી હતી. એક દિવસ પતિ તેની પત્ની માટે કુરકુરેનું પેકેટ લાવવાનું ભૂલી ગયો હતો, જેના કારણે પત્નીએ છૂટાછેડાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp