10 વર્ષથી ખોવાયેલો પતિ મળ્યો પત્ની ખુશ થઈ પણ ખુશી વધારે ન ટકી, દાઢી કાઢી તો...

PC: twitter.com

10 વર્ષ પછી જિલ્લા હોસ્પિટલ રોડ પર પોતાના ખોવાઈ ગયેલા પતિને ઓળખીને પત્ની ભાવુક થઈ ગઈ હતી, પરંતુ આ મહિલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મહિલાએ હવે તે વ્યક્તિને તેના પતિ તરીકે સ્વીકારવાની ના પાડી દીધી છે. મહિલાનું કહેવું છે કે તે 10 વર્ષથી ખોવાઈ ગયેલા પતિની શોધમાં પાગલ જેવી થઈ ગઈ હતી. બલિયા જિલ્લાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકલી ગામનો રહેવાસી મોતીચંદ તેના મગજની સારવાર માટે તેના સસરા સાથે નેપાળ ગયો હતો, અને ત્યાંથી ગુમ થઇ ગયો હતો.

મોતીચંદની પત્ની જાનકીનું કહેવું છે કે, તે E-રિક્ષા દ્વારા જિલ્લા હોસ્પિટલ તેની પોતાની સારવાર કરાવવા માટે જઈ રહી હતી. પછી ત્યાં હોસ્પિટલ રોડ પર એક માનસિક બીમાર વ્યક્તિ દેખાયો અને મને લાગ્યું કે તે મારો પતિ છે. ત્યાર પછી, જ્યારે હું E-રિક્ષામાંથી નીચે ઉતરીને જોવા લાગી તો, મને લાગ્યું કે તે મારા પતિ છે. તેથી મેં મારા બાળકોને ફોન કરીને ત્યાં બોલાવ્યા અને તેઓને મારા પતિની ઓળખ કરાવી હતી. અને તેને તેના ઘરે લઇ આવી હતી, અને બધા સગા સંબંધીઓને બોલાવ્યા હતા, જ્યારે ગામલોકો મારા ઘરે આવ્યા, ત્યારે તે મારા પતિ હોવાનું બહાર આવ્યું.

પછી બરાબર 24 કલાક પછી તે જાનકી દેવી એમ કહે છે કે, આ મારો પતિ નથી. કારણ કે તેના શરીર પર ઘાના નિશાન હતા, તે મળતાં નથી.

ગામ પ્રધાન પ્રતિનિધિ કહે છે કે, મોતીચંદ વર્મા લગભગ 10 વર્ષ પહેલા અમારા ગામમાંથી ગાયબ થઈ ગયા હતા. ગઈકાલે તેની પત્ની જિલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. તેના જેવી જ એક વ્યક્તિ મળી આવી હતી. જેને તે પોતાનો પતિ માનતી હતી, તેને તે ઘરે લઈને આવી હતી. જ્યારે ગ્રામજનોને પરિચય કરાવ્યો ત્યારે તેનો ચહેરો તેના પતિ જેવો જ મળતો આવતો હતો. પણ આજે જ્યારે તેણે ચહેરા પરના વાળ સાફ કરાવ્યા ત્યારે તેનો ચહેરો જુદો જ દેખાતો હતો.

ત્યાર પછી તેના વિશે પૂછપરછ કરવામાં આવી તો, દેવકલીના મોતીચંદ નગરા પોલીસ સ્ટેશન વિસ્તારનો રાહુલ હોવાનું બહાર આવ્યું. ત્યાર પછી ગામ પ્રધાન અને કેટલાક ગામલોકોએ રાહુલના પરિવારનો સંપર્ક કર્યો. પછી રાહુલના સંબંધીઓને બોલાવીને તેને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે રાહુલના પરિવારનું કહેવું છે કે, તે લગભગ એક મહિનાથી ગુમ હતો. અમે ઘણો પ્રયત્ન કર્યો, અને નગરા પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ આપવામાં આવી હતી. પરંતુ તેની કોઈ ભાળ મેળવી શક્યું ન હતું. જે આજે દેવકલી ગામમાં મીડિયા દ્વારા અમને મળ્યો છે. તેનું નામ રાહુલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp