ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા ખૂબ જ શુભ સંકેત, આ વર્ષે દેશમાં દુષ્કાળ નહીં પડે

PC: uttarakhandtourism.gov.in

ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા પછી ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. દરવાજા ખોલતાની સાથે જ ધામની અંદર દેખાતો નજારો દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે દરવાજા ખોલતાની સાથે જ મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી મંદિરમાં પ્રવેશનારા પ્રથમ હતા. તેણે અંદર જોયું તો આ તિર્થસ્થાનના પુજારી ખુશ થઈ ગયા.

હકીકતમાં, છ મહિના પહેલા મંદિરના દરવાજા બંધ કરતા પહેલા ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર જે ઘીનો ધાબળો (ઘીનું ધાબળા જેવું જાડું આવરણ) લગાવવામાં આવ્યો હતો, જે તે જ હાલતમાં મળી આવ્યો છે. જેમ કે દરવાજા બંધ કરતી વખતે હતો.

પહેલા જેવી જ સ્થિતિમાં ઘી અને ધાબળો મેળવવો એ ખૂબ જ શુભ સંકેત છે, જેને જોઈને તિર્થસ્થાનના પૂજારી ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આ પછી, પરંપરા અનુસાર, આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને દેશમાં સમૃદ્ધિ બની રહેશે.

હકીકતમાં, દર વર્ષે શિયાળાની ઋતુમાં, બદ્રીનાથ ધામના દરવાજા 6 મહિના માટે બંધ કરતા પહેલા, ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળાથી ઢાંકવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગામની મહિલાઓ તેને તૈયાર કરે છે. છોકરીઓ અને પરિણીત મહિલાઓ એક જ દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે. તેમણે કહ્યું કે, જે દિવસે આ ઘીનો ધાબળો તૈયાર કરવામાં આવે છે તે દિવસે છોકરીઓ અને મહિલાઓ ઉપવાસ રાખે છે. શિયાળા પછી જ્યારે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ઘીમાં લપેટેલો આ ધાબળો સૌથી પહેલા કાઢી નાખવામાં આવે છે.

જો ઘીનો ધાબળો એ જ સ્થિતિમાં જોવા મળે છે, તો તે સૂચવે છે કે દેશમાં દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સુકાઈ ગયેલો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી આવવા પર ઈશારો કરતો હોય છે.

ગત વર્ષે પણ ધાબળા પર લગાવવામાં આવેલ ઘી તાજું જ જોવા મળ્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે બદ્રીનાથ ધામમાં લગભગ દરરોજ હિમવર્ષા થતી હોય છે અને હવામાન ખૂબ શુષ્ક રહે છે. આટલી બધી હિમવર્ષા અને બહાર ઠંડી છતાં ઘી સુકાઈ ન જાય, તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp