મુસ્લિમોના હાથોથી જ બની છે રામલલાની મૂર્તિઓ, અયોધ્યામાં થશે સ્થાપિત

PC: deccanherald.com

અયોધ્યાના રામ મંદિરમાં વિરાજમાન થવા માટે રામલલા તૈયાર છે. જાન્યુઆરીમાં મંદિરનું ઉદ્વઘાટન થવા જઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે અહી સ્થાપિત થનારી મૂર્તિઓને બે મુસ્લિમ શિલ્પકારોએ તૈયાર કરી છે. એવા સમાચાર છે કે અયોધ્યામાં થનારા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બિઝનેસમેન મુકેશ અંબાણી જેવા ઘણા મોટા નામ સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, મૂર્તિઓને બંગાળના નોર્થ 24 પરગણાના મોહમ્મ જમાલુદ્દીન અને તેના પુત્ર બિટ્ટુએ તૈયાર કરી છે.

તેઓ મંદિર પરિસરમાં સામેલ થનારી ઘણી મૂર્તિઓને આકાર આપી રહ્યા છે. તેઓ કહે છે કે રામલલાની મૂર્તિ અગાઉ મા દુર્ગાની મૂર્તિઓ પણ તૈયાર કરી ચૂક્યા છે. પિતા-પુત્રની જોડી લાંબા સમયથી શિલ્પકારી કરી રહી છે. જમાલુદ્દીનનું કહેવું છે કે, ધર્મ એક અંગત વસ્તુ હોય છે. આપણાં દેશમાં ઘણા ધર્મોને માનનારા લોકો રહે છે. સંદેશ સ્પષ્ટ છે કે સામ્પ્રદાયિકતાના સમયમાં આપણે એક સાથે મળીને રહેવું પડશે. એક કલાકાર તરીકે ભાઇચારાની સંસ્કૃતિ મારો સંદેશ છે. તેઓ વર્ષોથી ઘણા હિન્દુ દેવી દેવતાઓની ફાઈબરની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે.

જમાલુદ્દીનનું કહેવું છે કે, ટકાઉ હોવાના કારણે માટીની જગ્યાએ ફાઇબરની મૂર્તિઓ પસંદ કરવામાં આવી રહી છે. એક લાઈફ સાઇટ મૂર્તિઓ તૈયાર કરવામાં 2.8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, બિટ્ટુ કહે છે કે એક મૂર્તિ તૈયાર કરવામાં 30 થી 35 લોકોની એક ટીમ લાગે છે. સાથે જ તેમાં દોઢ મહિનાનો સમય લાગે છે. ઉત્તર પ્રદેશ સુધી આ પ્રતિમાઓને લઈ જવામાં 45 દિવસનો સમય લાગી શકે છે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરનું ઉદ્વઘાટન થશે.

મીડિયા રિપોર્ટ મુજબ, ઇન્ડિગો 30 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાનીથી અયોધ્યા એરપોર્ટ માટે ઉદ્વઘાટન ફ્લાઇટનું પરિચાલન કરશે. કંપની મુજબ વાણિજ્યિક સેવાઓ 6 જાન્યુઆરીથી શરૂ થશે. ઇન્ડિગોએ બુધવારે એક નિવેદનમાં આ જાણકારી આપી. નાગર વિમાનન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધી તૈયાર થઈ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્વઘાટન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp