351 કરોડ બાદ IT ધીરજ સાહુના ઘરની અંદર ખોદકામ કરી રહ્યું છે, જમીનમાં ખજાનાની શોધ

PC: hindi.newsbytesapp.com

આવકવેરા વિભાગની ટીમ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે પહોંચી છે. ઈન્કમટેક્સ ટીમ ધીરજ સાહુના ઘરની અંદર ખોદકામ કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીના દરોડામાં ધીરજ સાહુના પરિસરમાંથી 351 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. દરોડા દરમિયાન નોટોના એટલા બંડલ મળી આવ્યા હતા કે ગણતરીનું મશીન પણ ખરાબ થઇ ગઈ હતી. આવકવેરા વિભાગને શંકા છે કે, ધીરજ સાહુએ આનાથી પણ મોટો ખજાનો છુપાવ્યો છે. તેની તપાસ માટે તેના ઘરની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ટીમને શંકા છે કે, તેણે પોતાના ઘરની અંદર સોનું અને ચાંદી છુપાવી રાખી હશે. જેના વિશે કોઈને કોઈ માહિતી નથી. આ કારણોસર, ટીમ રાંચીના રેડિયમ રોડ પર સ્થિત ધીરજ સાહુના ઘરની અંદર ખોદકામ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, ખોદકામ પહેલા ટીમે ઝારખંડના રાજ્યસભા સાંસદના ઘરની તપાસ કરી. આવકવેરા વિભાગની ટીમ જિયો સર્વેલન્સ સિસ્ટમ મશીન દ્વારા ઘરના જમીશને શોધી રહી છે. આ મશીન દ્વારા ભૂગર્ભમાં છુપાયેલા સોના-ચાંદીના દાગીનાની શોધ કરી શકાશે. આવકવેરા વિભાગને ધીરજ સાહુ પર શંકા છે, કારણ કે દરોડામાં તેના પરિસરમાંથી 351 કરોડ રૂપિયાના બંડલ મળી આવ્યા હતા. ટીમનું માનવું છે કે, ધીરજ સાહુએ જ્વેલરી ભૂગર્ભમાં છુપાવી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ધીરજ સાહુના ઘરે ત્રણ વાહનોમાં 12 આવકવેરા અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા છે. જમીનની તપાસ માટે તે પોતાની સાથે જિયો સર્વેલન્સ મશીન લાવ્યા છે. ટીમ પરિવારના ત્રણ સભ્યોને પોતાની સાથે લાવી છે. આ સિવાય CISFના જવાનો સુરક્ષા માટે સ્થળ પર હાજર છે. ટીમ એ જાણવા માંગે છે કે, શું સાંસદે ઘરની અંદર જમીનની નીચે ઘરેણાં, સોના-ચાંદીના ઘરેણાં કે કોઈ કિંમતી ધાતુ છુપાવી છે.

હકીકતમાં, આ પહેલા ટીમે સાંસદના રાંચી અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સાહુના ઘરેથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. તસ્વીરોમાં ટેબલ પર દરેક જગ્યાએ નોટોના બંડલ વિખરાયેલા દેખાતા હતા. રોકડ એટલી હતી કે, અધિકારીઓ માટે ગણતરી કરવી શક્ય ન હતી. અહેવાલો અનુસાર, નોટ ગણવાનું મશીન પણ ખરાબ થઇ ચૂક્યું હતું. આ સમાચાર સામે આવ્યા પછી  કોંગ્રેસે સાહુથી દૂરી લીધી હતી. કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. હાલ સાહુ સામે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp