ઉત્તરકાશી: 160 કલાકથી સુરંગમાં ફસાયેલા મજૂરોનો પોકાર, અમને જલ્દી બહાર કાઢો

PC: twitter.com

ઉત્તરકાશીમાં ટનલ ધસી પડવાને કારણે 160 કલાકથી 42 મજૂરો અંદર ફસાયા છે. મજૂરોની પોકાર છે કે અમને જલ્દી બહાર કાઢો, હવે ધીરજ ખૂટી રહી છે.

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 7 દિવસથી 41 લોકો ફસાયેલા છે. ઉત્તર પ્રદેશના 3 જિલ્લાના 8 મજૂરો પણ છે. તેમની હાલત જાણવા માટે UP સરકારના નોડલ ઓફિસર શનિવારે ટનલ પાસે પહોંચ્યા હતા. નોડલ ઓફિસરે સુરંગમાં ફસાયેલા એક મજૂર સાથે વાત કરી અને તે અંદર કઈ પરિસ્થિતિમાં રહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે નોડલ ઓફિસર અરુણ મિશ્રાએ સુરંગમાં ફસાયેલા મજૂરોને કહ્યું કે,પરિવારના સભ્યો તમારો અવાજ સાંભળવા માગે છે, તમારે કંઈક કહેવું છે? ત્યારે અંદરથી અવાજ આવ્યો કે ખોરાક અને પાણી તો મળી રહ્યા છે, પરંતુ સ્થિતિ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. હાલત બહુ ખરાબ છે, અમને જલ્દીથી બહાર કાઢો.

સુરંગમાં ફસાયેલા મજૂરોના સાથી મૃત્યુંજય કુમારે કહ્યું કે, મારો મિત્ર સોનુ કુમાર સુરંગની અંદર છે, જ્યારે મેં તેની સાથે વાત કરી તો તે રડવા લાગ્યો હતો. છતા તે હિંમત દાખવી રહ્યો છે. સોનુએ કહ્યું કે હું સુકા ખાવાના પર ક્યાં સુધી જીવીશ. હવે મને ગૂંગળામણ થવા લાગી છે, તમે લોકો અમને બચાવી રહ્યા છો કે ખાલી ખોટું બોલી રહ્યા છો.

નોડલ ઓફિસરે ટનલમાં ફસાયેલા લોકોને કહ્યુ કે, હિંમત રાખવા કહ્યું. આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. અંદરથી એક મજૂરે કહ્યું કે અમને ગમે તેમ કરીને જલ્દી બહાર કાઢો.

ઉત્તરકાશીના DFO ડીપી બલુનીએ કહ્યું કે અમે ટનલમાં ફસાયેલા લોકો સુધી હોરિજેંટલ રીતે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, હવે અમે તેમના વર્ટિકલ પહોંચીશું.ટનલની બરાબર ઉપર એક જગ્યા છે, જેની ઓળખ કરવામાં આવી છે. ત્યાં સુધી પહોંચવા માટે ડ્રિલિંગ કરવામાં આવશે. તેની ઊંડાઈ લગભગ 300-350 ફૂટ હશે.

જાણવા માહિતી મુજબ પહાડોમાં 2 બોરિંગ કરવામાં આવશે. એક સિલ્ક્યારા છેડેથી અને બીજી ટનલના છેડે બારકોટ વિસ્તારમાંથી. વિસ્તારની માપણી કર્યા પછી, મશીનરી અને સાધનો માટે રસ્તો બનાવવા માટે વન વિભાગ વૃક્ષો કાપશે. વર્ટિકલ ડ્રિલિંગનો પ્લાન-બી પણ શરૂ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સિલ્ક્યારા ખાતેની સુરંગમાં બચાવ કામગીરીની માહિતી મેળવવા દેહરાદૂનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ધામીએ કહ્યું કે તેમને આશા છે કે ભારત અને વિદેશમાં બનેલા અત્યાધુનિક મશીનો કામદારોને બચાવવામાં સફળ થશે. તેમણે કહ્યું કે, સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર ફસાયેલા મજૂરોના પરિવારોની સાથે ઉભી છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની અમારી પ્રાથમિકતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp