GF-BF ઘર છોડીને ભાગી રહ્યા હતા, કેબ ચાલક કાર સીધી પોલીસ સ્ટેશન લઈને પહોંચી ગયો

PC: thelallantop.com

મેરઠના મવાના પોલીસ સ્ટેશનમાં 5 ડિસેમ્બરની રાત્રે અચાનક એક કાર પોલીસ સ્ટેશન પહોંચી હતી.જેમાં ત્રણ લોકો બેઠા હતા. કાર પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ કેબ ડ્રાઈવરે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. પોલીસકર્મીઓ તરત બહાર આવ્યા. જ્યારે તેણે કેબ ડ્રાઈવરની પૂછપરછ કરી તો પોલીસ સમજી ગઇ કે આખો મામલો શું છે.

જાણવા મળેલી વિગત મુજબ બનાર એ ઉત્તર પ્રદેશના પડોશી રાજ્ય રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલું એક ગામ છે બનાર. હિતેશ નામનો યુવક બનાર ગામનો રહેવાસી છે. લગભગ 2 વર્ષ પહેલા તેની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ યુવતી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલી વિસ્તારના એક ગામની રહેવાસી છે.

પોલીસે જણાવ્યું કે બંનેની દોસ્તી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા થઇ હતી અને આ દોસ્તી પ્રેમમાં બગલાઇ ગઇ હતી. હવે 2 વર્ષ પછી બંનેએ ઘર છોડીને અલગ રહેવાનું નક્કી કર્યું. જેના કારણે હિતેશ 5 ડિસેમ્બરે ટ્રેનમાં મેરઠ આવ્યો હતો. તે અહીંથી કેબ લઈને ખતૌલીમાં યુવતી પાસે પહોંચ્યો. તેણે તેની ગર્લફ્રેન્ડને પણ કારમાં બેસાડી હતી.

હિતેશે કેબ ડ્રાઈવરને મેરઠ પાછા જવાનું કહ્યું. જોકે, હિતેશ સાથે આવેલી યુવતી ખૂબ જ ગભરાયેલી હતી.. કેબ ડ્રાઈવરને શંકા ગઈ. તેણે હિતેશની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિતેશે યોગ્ય જવાબ આપ્યો નહોતો. કેબ ડ્રાઈવરને લાગ્યું કે તે કોઈ બાબતમાં ફસાઈ જશે. જેના કારણે તે કાર સીધો મવાના પોલીસ સ્ટેશન લઇ ગયો હતો.

કેબ ડ્રાઇવરે પોલીસ સ્ટેશન જઇને બુમાબુમ કરી અને પોલીસ જ્યારે બહાર આવી અને કેબ ડ્રાઇવરની પુછપરછ કરી હતી. કેબ ડ્રાઇવરે પોલીસને કેફિયત કહી હતી. પોલીસે બંને પ્રેમી-પ્રેમિકાની અટકાયત કરી હતી અને તેમના પરિવારજનોને જાણ કરી હતી. મોડી રાત્રે મુજફ્ફરનગરની પોલીસ મવાસા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હિતેશ અને યુવતીને લઇને રવાના થઇ હતી.

મવાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુભાષ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કેબ ડ્રાઇવરનું નામ રાજીવ છે. તે પણ ખતૌલીનો રહેવાસી છે. પોલીસે કહ્યું હતું કે, પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે હિતેશ જે યુવતીને ભગાવીને લઇ જવાનો હતો તે યુવતીના એક મહિના પછી લગ્ન છે. સુભાષ સિંહે કહ્યું કે અમે બંનેની પુછપરછ કરી હતી અને એ પછી મુઝફ્ફરનગરની પોલીસ હિતેશ અને તેની પ્રેમિકાને લઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp