રોબોટનો ચમત્કાર!દર્દી રોહિણી હોસ્પિટલમાં હતો અને સર્જને ગુરુગ્રામથી ઓપરેશન કર્યુ

PC: jagran.com

તેને વિજ્ઞાન કહો કે ચમત્કાર, ગુરુગ્રામના એક સર્જને દિલ્હીની રોહિણી હોસ્પિટલમાં દાખલ દર્દીનું સફળ ઓપરેશન કર્યું. રોહિણીમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIRC)ના ડોકટરોની ટીમે પ્રથમ વખત સ્વદેશી સર્જિકલ રોબોટ 'મંત્ર'નો ઉપયોગ કર્યો. પ્રથમ વખત ટેલિસર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં ફાયબર-ઓપ્ટિક કેબલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ એટલા માટે હતું, કારણ કે ડૉક્ટર અને રોબોટ વચ્ચે એક વિશ્વસનીય જોડાણ જરૂરી હતું, જે એકબીજાથી લગભગ 40 Kmના અંતરે સ્થિત હતા. સમગ્ર સર્જરી પ્રક્રિયા એક કલાક અને 45 મિનિટ સુધી ચાલી હતી. આ સર્જરી ગુડગાંવમાં દર્દી જે હોસ્પિટલમાં હતો તેનાથી દૂર કરવામાં આવી હતી.

આમાં, સર્જને કન્સોલ દ્વારા રોબોટિક સાધનને નિયંત્રિત કર્યું. દરમિયાન, દર્દી RGCIRCમાં રહ્યો અને સમગ્ર ઓપરેશન દરમિયાન હોસ્પિટલમાં હાજર સ્થાનિક તબીબી કર્મચારીઓ દ્વારા તેની સંભાળ રાખવામાં આવી. ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે, આ જટિલ સર્જરી ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી છે. દિલ્હીના 52 વર્ષીય દર્દી પેશાબના મૂત્રાશયના કેન્સરથી પીડિત હતા અને સર્જન ડો. S.K. રાવલ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉ રાવલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ ડિરેક્ટર પણ છે. તેમણે સર્જરી પછી દર્દીના સ્વાસ્થ્ય અંગે અપડેટ પણ આપી હતી. ડો. રાવલે જણાવ્યું હતું કે, દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

ડો.S.K. રાવલે જણાવ્યું હતું કે ,ભારતમાં ઉત્પાદિત આ સર્જિકલ રોબોટ નાના શહેરો અને દૂરના સ્થળોએ આરોગ્ય સંભાળની પહોંચમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. આ રોબોટ્સ દ્વારા કુશળ સર્જન દૂરના સ્થળોએ પણ ઓપરેશન કરી શકે છે. તેમણે કહ્યું કે, આ સર્જિકલ રોબોટ્સ 'C-વર્ગના શહેરોમાં, યુદ્ધમાં અથવા અવકાશમાં' દર્દીઓને સફળતાપૂર્વક ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડી શકે છે. આ તકનીક નિષ્ણાતોની ભૌતિક હાજરીની જરૂરિયાતને દૂર કરે છે. ભારતમાં બનેલા આ રોબોટ્સથી કુશળ સર્જનો કોઈ બીજા સ્થળે દૂર રહીને પણ ઓપરેશન કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત સર્જિકલ રોબોટ્સ ખૂબ ખર્ચાળ છે, જે તેમને નાના ભારતીય શહેરો અથવા નગરોમાં તૈનાત કરવા માટે અવ્યવહારુ બનાવે છે. જો કે, કાર્ડિયાક સર્જન ડો. સુધીર શ્રીવાસ્તવ દ્વારા સ્વદેશી સર્જિકલ રોબોટનો વિકાસ આ અંતરને દૂર કરવા માટે અસરકારક માર્ગ પૂરો પાડે છે. આ રોબોટ્સ દ્વારા, નિષ્ણાત સર્જનો અછતગ્રસ્ત વિસ્તારોમાં તેમની પહોંચ વિસ્તારી શકે છે. તેઓ વિશાળ વસ્તીને અદ્યતન સર્જિકલ પ્રક્રિયાઓ પ્રદાન કરી શકે છે.

હાલના કિસ્સામાં, સર્જને ચોક્કસતા અને કુશળતા સાથે રોબોટનો ઉપયોગ કરીને સફળ સર્જરી કરી. દર્દીને માત્ર 4-5 cmનો ખૂબ જ નાનો ચીરો જરૂરી હતો, જ્યારે ઓપન સર્જરીમાં ચીરોની લંબાઈ 15-20 સે.મી. લાંબી હશે. રાવલે જણાવ્યું હતું કે, સર્જરી માટેના આ નવીન અભિગમે હેલ્થકેર ડિલિવરીમાં ક્રાંતિ લાવવા માટે ટેલિમેડિસિનની ક્ષમતા દર્શાવી છે. આનાથી નિષ્ણાત તબીબી વ્યાવસાયિકો ભૌગોલિક અંતરને ધ્યાનમાં લીધા વિના દર્દીઓને આવશ્યક સંભાળ પૂરી પાડવા સક્ષમ બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp