જે નાલંદા યુનિવર્સિટીને ખિલજીએ આગ લગાડેલી તેમાં 90 લાખ પુસ્તકો હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કર્યું. 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ જાણવા જેવો છે. નાંલદા વિશ્વની પહેલી રેસિડન્શીયલ યુનિવર્સિટી હતી.

નાલંદા યુનિવર્સિટી 5મી સદીમાં ગુપ્તકાળમાં બની હતી અને સાતમી સદી સુધીમાં એક મહાન યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ હતી. આ યુનિવર્સિટીમાં 9 માળની લાયબ્રોરી હતી અને તેમાં 90 લાખ જેટલાં પુસ્તકો હતા. 1190માં તુર્કી- અફઘાન સૈન્યના જનરલ બખ્તિયાર ખીલજીએ આ લાયબ્રેરીમાં આગ લગાવી દીધી હતી. આ આગ 3 મહિના સુધી ચાલું રહી હતી કારણે લાખોની સંખ્યામાં પુસ્તકો હતા,

નાલંદા યુનિવર્સિટીમાં ધાર્મિક ગ્રંથો ઉપરાંત સાહિત્ય, મેડીસીન, થિયોલોજી, લોજીક, એસ્ટ્રોનોમી જેવા અનેક એવા વિષયો ભણાવતા હતા જે દુનિયામાં ક્યાંયે ભણાવાતા નહોતા. ફરી નાલંદા યુનિવર્સિટીની ઉભી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp