હવેના 3 મહિના દેશના લોકો માટે તહેવાર જેવા હશે, જાણો કેમ?

PC: businesstoday.in

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં આખો દેશ ઉત્સાહમાં ગળાડુબ થઇ જવાનો છે, કારણકે ચૂંટણી ફિવર, ક્રિક્રેટનો મહાપર્વ અને વેકેશન આ 3 મહિનામાં લોકોન માણવા મળશે. 22 માર્ચથી IPL 2024ની 17મી સિઝન શરૂ થવાની છે અને પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે બેંગલુરુમાં રમાવવાની છે. એપ્રિલથી મે મહિનાના અંત સુધી ચૂંટણી ફિવર રહેશે, કારણકે 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે અને મે મહિનામાં શાળાઓમાં બાળકોને વેકેશન પડી જશે.

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવાની છે અને આ વખતે 10 ટીમ ટકરાશે અને 66 દિવસ સુધી મેચ ચાલશે અને કુલ 74 મેચ રમાવવાની છે. 26 મેના દિવસે ફાઇનલ મેચ રમાશે. 13 દેશોના 241 ખેલાડીઓ રમશે, જેમાં ભારતના 161 ખેલાડીઓ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp