BJPના પોસ્ટરવાળા વૃદ્ધે કહ્યું, મને બદનામ કરી નાંખ્યો, ભાજપ સામે કેસ કરીશ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ તરફથી ‘નહીં સહેગા રાજસ્થાન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ અભિયાનમાં ભાજપે ખેડુતો સાથે જોડાયેલા પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર પર લખવામાં આવ્યુ છે કે ‘19 હજારથી વધુ ખેડૂતોની જમીનની હરાજી, રાજસ્થાન સહન નહીં કરે’આ પોસ્ટર પર એક ખેડૂતનો ફોટો પણ છે. આ ફોટો રામદેવરાના માધુરામ જયપાલ ખેડૂતનો છે.આ ખેડૂતે દાવો કર્યો છે કે તેમના ફોટાનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ મારું અને મારા પરિવારનું અપમાન થયું છે.
ખેડુતનું એ પણ કહેવું છે કે ન તો તેના માથે કોઇ દેવું છે કે ન તો તેની કોઇ જમીનની હરાજી થઇ છે. ખેડુતે કહ્યું કે, હું પોતે 200 વિઘા જમીનનો માલિક છું. પોસ્ટર પર મંજૂરી વગર ફોટો છાપવાને કારણે ધુંઆફુંઆ થયેલા ખેડુતે કહ્યુ હતું કે હું ભાજપ સામે કેસ કરીશ.
મામલો જેસલમેર જિલ્લાના રામદેવરાનો છે.ખેડૂત માધુરામ જયપાલનું કહેવું છે કે ભાજપના બેનર પરનો ફોટો તેમનો છે. તેમણે કહ્યું કે તેને ગામના એક યુવક પાસેથી બેનર પર તેનો ફોટો લગાવવાની જાણકારી મળી હતી. માધુરામે જણાવ્યું કે તેમના ગામનો એક યુવક થોડા દિવસ પહેલા જયપુર આવ્યો હતો અને તેણે જયપુરમાં અનેક સ્થળોએ મારા ફોટા સાથેના પોસ્ટરો જોયા હતા. તેણે પોસ્ટરનો ફોટો પાડીને અમારા ગામના એક વ્હોટ્સેપ ગ્રુપમાં શેર કર્યો હતો. એ ગ્રુપમાં મારો પુત્ર છે એણે ફોટો જોયો અને મને વાત કરી હતી.
માધુરામે કહ્યુ કે, જ્યારે મારા પુત્રએ મને વાત કરી તો પહેલાં તો મને કશી સમજ જ પડી નહોતી. કારણકે પોસ્ટરમાં જમીનની હરાજીની વાત લખવામાં આવી હતી. મારી કોઇ જમીનની હરાજી થઇ નથી. મને પુછ્યા વગર જ ભાજપ વાળાએ પોસ્ટરમાં ફોટો લગાવી દીધો હતો. ખેડુતે કહ્યુ કે ભાજપ મારો ફોટો તાત્કાલિક હટાવી દે. માધુરામે કહ્યુ કે, જો મારી જમીન હરાજી થાય છે અથવા મારા ઉપર દેવું છે તો સરકાર દેવું માફ કરે કે જમીન દબાવે?
માધુરામે કહ્યુ કે આ વિશે ભાજપના સ્થાનિક નેતા નારાયણ સિંહને રૂબરૂ મળીને વાત કરી હતો તેમણે કહ્યું હતું કે મને એ વાતની ખબર નથી કે ફોટો કોણે લગાવ્યો.
માધુરામે કહ્યું કે એક મહિના પહેલાં 2 યુવકો મોટા મોટા કેમેરા લઇને મારા ગામમાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે પાક ખરાબ થયો હોય તેનો રિપોર્ટ બનાવવા આવ્યા છે, સરકાર તરફથી વળતર આપવામાં આવશે. એટલે ભોળા ભાવે મેં ફોટો પડાવ્યો હતો, પરંતુ 2 યુવાનોએ ભાજપના અભિયાન વિશે કોઇ વાત કરી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp