સામાન ખરીદીને માગતા હતા માફી, પાછળ પાછળ પહોંચી પોલીસ તો ચોંકી ગઈ

PC: news18.com

જબલપુરમાં ઈંડાની લારી લગાવનાર યુવકની મદદથી પોલીસે નકલી નોટનો ધંધો કરનારી ગેંગનો પર્દાફાસ કર્યો છે. લોર્ડ ગંજ પોલીસ સ્ટેશનની પોલીસે ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે, જેમના કબજામાંથી 7.30 લાખ રૂપિયાની કિંમતની નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. બંને બદમાશ લગભગ 1 વર્ષથી જબલપુરમાં રહીને નકલી નોટ બનાવી રહ્યા હતા અને તેમને માર્કેટમાં ચલાવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, લારી ચલાવનાર અમિત બર્મન પાસે એક વ્યક્તિ પહોંચ્યો, જેણે કાળા કાગળનો ટુકડો દેખાડ્યો અને એક જગમાં પાણી અને એક કેમિકલવાળો પાવડર મિક્સ કર્યો.

પછી કાળા કાગળના ટુકડાને ડૂબાડીને બહાર કાઢ્યો તો તે 100 રૂપિયાના નોટમાં બદલાઈ ગયો. હાથની સફાઇ જોઈને અમિતેને તેના પર શંકા ગઈ અને પોલીસને જાણકારી આપી દીધી. પોલીસ સ્ટેશનના CSP રિતેશ કુમાર શિવે જણાવ્યું કે, જાણકારી મળતા પહોંચેલી પોલીસે બદમાશને કસ્ટડીમાં લીધો, તેના કબજામાંથી એક છરો મળ્યો. પકડાયેલા બદમાશે પોતાનું નામ ગોપાલ અવસ્થી બતાવ્યું, જેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી.

આરોપીએ પોલીસને જણાવ્યું કે, સિદ્ધાર્થ સેન નામના યુવક સાથે મળીને તે નકલી નોટનો ગેરકાયદેસર ધંધો કરે છે. પોલીસે સિદ્ધાર્થ સેનની પણ ધરપકડ કરી અને તેમના આવાસો પરથી 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટ અને નકલી નોટ બનાવવા માટે ઉપયોગ થતી સામગ્રી જપ્ત કરી. પકડાયેલા બદમાશ શહેરમાં ફરી ફરીને નકલી નોટ ચલાવી રહ્યા હતા અને જ્યારે કોઈ નાગરિક તેમને પકડ્યા તો તેમણે પોતાની ભૂલ સ્વીકારીને નકલી નોટ પાછી લઈને અસલી નોટ આપી દેતા હતા.

જેથી કોઈ તેમની વિરુદ્ધ ફરિયાદ કરતું નહોતું. ઘણી વખત નકલી નોટના કારણે લોકોએ તેમને માર્યા પણ છે, પરંતુ માફી માગ્યા બાદ છોડી દીધા અને પોલીસ સુધી મામલો ન પહોંચ્યો. પોલીસ આ આખા નેટવર્કનો ભાંડાફોડ કરવાનો પ્રયાસ કરી રહી છે. એ પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમણે અત્યાર સુધી બજારમાં ક્યાં ક્યાં નકલી નોટ ચલાવી છે. CSP રિતેશ કુમારે કહ્યું કે, ફરિયાદી અમિત બર્મન ચોક પર ઈંડાની દુકાન ચલાવે છે.

તેણે ફરિયાદ નોંધાવી કે તેની દુકાનમાં બે લોકો ઈંડા ખાવા આવ્યા હતા. તેમણે પૈસાને ત્રિપલ કરવાની વાત કહી. એટલું જ નહીં, તેનો એક ડેમો પણ આપ્યો. કાળા કાગળને પાણીમાં નાખ્યો અને કેમિકલ મિક્સ કરીને 100 રૂપિયામાં બદલી દીધો. જાણકારી મળતા પોલીસ આરોપીઓની શોધખોળ કરવા લાગી અને એક આરોપી ગોપાલ અવસ્થી પોલીસની પકડમાં આવ્યો. બીજો આરોપી નીતિન ઉર્ફ સિદ્ધાર્થ સેન છે. બંને પાસેથી 7.30 લાખ રૂપિયાની નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp