26th January selfie contest

પોલીસ જવાને ખરાબ ભોજનની ફરિયાદ કરી તો, 600 કિ.મી દૂર બદલી કરી દેવામાં આવી

PC: tv9hindi.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પોલીસ મેસમાં નિમ્ન સ્તરના ખોરાકના મુદ્દાનો પર્દાફાશ કરનાર કોન્સ્ટેબલની 600 કિમી દૂર બદલી કરવામાં આવી છે. પોલીસ ડિરેકટર જનરલની કચેરી દ્વારા મંગળવારે જારી કરાયેલા આદેશોમાં ટ્રાન્સફર માટેના કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તમને યાદ હશે કે ફિરોઝાબાદ પોલીસ જવાન, જેનો વીડિયો પોલીસ કેન્ટીનમાં પીરસવામાં આવતા ખરાબ ભોજન પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાની સાથે UP પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે જવાન મનોજ કુમારની વાત સાંભળવાને બદલે 600 કિ.મી દુર ટ્રાન્સફર કરી દીધો છે.

ઓગસ્ટમાં, મનોજ ફિરોઝાબાદ પોલીસ કેમ્પસમાંથી બહાર આવ્યો અને લોકોને રડતા ભોજનની પ્લેટ બતાવી અને ખોરાકની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં મનોજને એક સપ્તાહની રજા પર મોકલી દેવામાં આવ્યો હતો. મનોજનું કહેવું હતું કે, મેસમાં જમવાના બે ટાઇમ માટે 56 રૂપિયા ચૂકવવા પડે છે, છતા એકદમ ઘટિયા જમવાનું આપવામાં આવે છે, જેને કારણે 70 ટકા પોલીસ જવાનો બહાર ઢાબા પર 50 રૂપિયા વાળી થાળી ખાવા મજબુર છે.

વીડિયો વાયરલ થયા પછી, મનોજ કુમાર, જેની ટ્રાન્સફર 600 કિલોમીટર દૂર કરવામાં આવી છે તે અલીગઢ જિલ્લાના છે, તેણે કહ્યુ કે, મારા પરિવારમાં કુલ 6 લોકો છે, જેમાં બે નાના ભાઈઓ અને એક અપરિણીત બહેન છે. મારા માતા-પિતા ખૂબ વૃદ્ધ છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમનાથી 600 કિમી દૂર ડ્યુટી પર હોય ત્યારે તેની સંભાળ રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હશે. કુમારે કહ્યું કે હું મારા પરિવારમાં એકમાત્ર કમાતો સભ્ય છું.

આગ્રા પોલીસ લાઇન્સમાં પોસ્ટ કરાયેલા અન્ય એક પોલીસકર્મીએ એ જ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે મનોજને જુનિયર્સની મૂળભૂત જરૂરિયાતોમાં વરિષ્ઠ અધિકારીઓની બેદરકારીને ઉજાગર કરવા બદલ સજા કરવામાં આવી છે. તેની અચાનક બદલી કરવામાં આવી છે. તેની બદલી એ વિભાગના અન્ય લોકો માટે તેમના અવાજ ઉઠાવવાની હિંમત ન કરવા માટેની ધમકી છે.

બીજી તરફ મનોજ કુમારનું કહેવું છે કે વિડિયો સામે આવ્યો તે પહેલા તેણે ભોજનની ગુણવત્તા અંગે વરિષ્ઠ અધિકારીઓને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ફિરોઝાબાદ ASPએ મેસમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા તપાસવા માટે વર્તુળ અધિકારીઓને એક રોસ્ટર જારી કર્યું હતું. અન્ય જિલ્લાઓમાં પણ સમાન આદેશો જારી કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp