પ્રિન્સિપાલ કરતો હતો યૌન શોષણ,142 છાત્રાઓની સાથે કર્યું ગંદુ કૃત્ય,આ રીતે પકડાયો

PC: rajexpress.com

હરિયાણામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં જીંદ જિલ્લાની એક સરકારી શાળાના પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીનીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ છે. હાલ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ ધરપકડ ત્યારે થઈ જ્યારે હરિયાણા રાજ્ય મહિલા આયોગે પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, મામલો પ્રકાશમાં આવ્યા પછી, હરિયાણા રાજ્ય મહિલા આયોગે પોલીસ પર આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા દબાણ કર્યું. આ પછી જ પોલીસે 50થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે જાતીય સતામણી કરનાર આરોપીની ધરપકડ કરી હતી.

આ મામલે કમિશને કહ્યું કે, તેમણે 14 સપ્ટેમ્બરે સ્કૂલની કેટલીક વિદ્યાર્થીનીઓની ફરિયાદ પોલીસને મોકલી હતી પરંતુ 30 ઓક્ટોબરે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આગળની તપાસ SIT દ્વારા જ કરવામાં આવશે.

હકીકતમાં, 50થી વધુ વિદ્યાર્થીનીઓએ વહીવટીતંત્રને પત્ર લખીને પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ પછી, શિક્ષણ વિભાગે આરોપી પ્રિન્સિપાલને 27 ઓક્ટોબરે સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે આ પછી તેણે પ્રિન્સિપાલ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ મામલામાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે, હરિયાણા રાજ્ય મહિલા આયોગે આ કેસમાં હસ્તક્ષેપ કર્યો, ત્યાર પછી જીંદ પોલીસે આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન 55 વર્ષીય આરોપી ધરપકડથી બચવાનો પ્રયાસ કરતો રહ્યો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમને વિદ્યાર્થિનીઓ તરફથી આચાર્ય વિરુદ્ધ 60 લેખિત ફરિયાદો મળી છે. જેમાંથી 50 વિદ્યાર્થિનીઓએ આરોપીના હાથે શારીરિક શોષણ થયાની વાત કરી છે. અન્ય 10 છોકરીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જાણતા હતા કે પ્રિન્સિપાલ આવા કૃત્યો કરે છે.' વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આરોપી તેમને પોતાની ઓફિસમાં બોલાવીને અશ્લીલ હરકતો કરતો હતો.

ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 'શરૂઆતમાં અમને 13 સપ્ટેમ્બરે કેટલીક વિદ્યાર્થીનીઓ તરફથી ફરિયાદ મળી હતી. પ્રિન્સિપાલને કથિત રીતે સમર્થન આપનાર મહિલા શિક્ષકની પણ તપાસ કરવામાં આવી રહી છે.'

હાલમાં, જીંદ પોલીસે સોમવારે પ્રિન્સિપાલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354-A (જાતીય સતામણી), 341 (ખોટી રીતે રોકવું) અને 342 (ખોટી રીતે કેદ) અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (POCSO) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp