હરિદ્વારમાં ગંગાના તળિયે રેલવે ટ્રેક, લોકોએ પૂછ્યું- અહીં ટ્રેન ક્યારે શરૂ થઈ?
હરિદ્વારમાં ગંગ નહેર બંધ થયા પછી હર કી પૈડી અને VIP ઘાટ પર વહેતી ગંગાની ધારા સુકાઈ ગઈ છે. જેના કારણે ત્યાંનો દેખાવ સાવ અલગ જ બની ગયો છે. ગંગા નદીનું તળિયું દેખાવને કારણે VIP ઘાટ નજીક ગંગાની અંદર રેલવે ટ્રેક જેવા લોખંડના પાટા દેખાવા મંડ્યા છે, જે લોકો માટે કુતૂહલનો વિષય બની ગયો છે. લોકો એ જાણવા માંગે છે કે, ગંગા નદીની નીચે આ તે વળી કયો રેલવે ટ્રેક નાખવામાં આવ્યો હતો. શું પહેલા અહીં ટ્રેનો પણ દોડતી હતી? ચાલો અમે તમને તેના વિશે જણાવીએ...
હકીકતમાં, હરિદ્વારમાં હર કી પૈડી પાસે ગંગાના પાણીના અભાવને કારણે, આખો ઘાટ સુકાઈ ગયો છે અને નદીનું તળિયું દેખાવા લાગ્યું છે. હવે અહીં રેલ્વે ટ્રેક જેવા પાટા દેખાય રહ્યા છે. હરિદ્વાર રેલવે સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા આ ટ્રેક લોકોના મનમાં ઉત્સુકતા પેદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ રેલવે ટ્રેકના વીડિયો અને ફોટો શેર કરીને વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. કેટલાક કહે છે કે, આ જગ્યાએ પહેલા નાની ટ્રેનો દોડતી હતી, જ્યારે કોઈ અન્ય કહી રહ્યા છે કે, આ પાણી પર ચાલતી નાની ટ્રેનની પ્રક્રિયા છે.
હરિદ્વારના જૂના નિષ્ણાત આદેશ ત્યાગી જણાવે છે કે, 1850ની આસપાસ ગંગ નહેરના નિર્માણ દરમિયાન, આ પાટા પર ચાલતી હાથગાડીઓનો ઉપયોગ બાંધકામ સામગ્રી વહન કરવા માટે કરવામાં આવતો હતો. ભીમગૌડા બેરેજથી ડેમ કોઠી સુધી બંધ અને પાળાનું બાંધકામ પૂર્ણ થયા પછી, અંગ્રેજ અધિકારીઓ આ વાહનોનો ઉપયોગ નિરીક્ષણ માટે કરતા હતા.
ઈતિહાસ નિષ્ણાત પ્રોફેસર ડૉ. સંજય મહેશ્વરી જણાવે છે કે, ગંગ નહેર લોર્ડ ડેલહાઉસીનો એક મોટો પ્રોજેક્ટ હતો. એન્જિનિયર કોટલેની દેખરેખ હેઠળ તૈયાર તેને કરવામાં આવી હતી. આવા ઘણા મોટા બાંધકામો બ્રિટિશ કાળ દરમિયાન કરવામાં આવ્યા હતા, જે આધુનિક ભારતમાં મહત્વની ભૂમિકા ધરાવે છે. ઈતિહાસકારો દાવો કરે છે કે, ભારતની પ્રથમ રેલ્વે લાઈન રૂરકી કલીયર પાસે નાખવામાં આવી હતી. જો કે, તેને પ્રથમ રેલ્વે લાઇન તરીકે ઓળખ ન મળી શકી.
અહીં તમને જણાવી દઈએ કે, દર વર્ષે UP સિંચાઈ વિભાગ દ્વારા ગંગ નહેરને મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવે છે. આના લીધે હરિદ્વારનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ગંગાનું પાણી સુકાઈ જવાને કારણે ગંગાના તળિયે દેખાતા આ રેલવે ટ્રેકને બ્રિટિશ યુગની ટેક્નોલોજીનું ઉદાહરણ પણ કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp