દેશના સૌથી ધનિક ગણપતિ આ શહેરમાં છે, લાલબાગ ચા રાજા નથી
આપણે ઘણી વખત દેશના સૌથી ધનિક વ્યકિતની યાદી વિશે સાંભળીએ, પરંતુ દેશના સૌથી ધનિક ગણપતિ પણ છે. મુંબઇમાં આવેલા ગૌર સારસ્વત બ્રાહ્મણ (GSB) મંડળના ગણેશને સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળેલો છે. ગયા વર્ષે ગણેશની પ્રતિમાને 66 કિલો સોનું અને 295 કિલો ચાંદીના ઘરેણાં પહેરાવાયા હતા તો આ વખતે 69 કિલો સોનુ અને 336 કિલો ચાંદીના ઘરેણાં પહેરાવવામાં આવ્યા છે. GSB મંડળે 400 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે. આખો મંડપ ફાયર પ્રુફ બનાવવામાં આવે છે. GSB મંડળ મુંબઇમાં કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલું છે અને આ મંડળ માત્ર 5 દિવસ માટે જ ગણેશજીની સ્થાપના કરે છે. અનેક રાજકારણીઓ અને સેલિબ્રીટી બાપ્પાના દર્શન કરવા આવે છે. આ વખતે પહેલીવાર ફેશિયલ રેકેગ્નિશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp