આ રાજ્યમાં રહે છે દેશના સૌથી અમીર લોકો, મુંબઇ, ગુજરાત નથી
દેશના સૌથી અમીર લોકો ક્યાં રહે છે? એવો જો સવાલ પુછવામાં આવે તો મુબંઇ, ગુજરાત કે દિલ્હીનું નામ જ મોઢા પર આવે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે તે આ ત્રણમાંથી એકેય એવું નથી જ્યાં સૌથી વધારે અમીરો રહે છે.
દેશના સૌથી વધારે અમીરો પૂર્વોત્તર રાજ્ય સિક્કીમમાં રહે છે. માથાદીઠ આવકે એટલે કે પર કેપિટા ઇન્કમની દ્રષ્ટિએ સિક્કિમ પહેલાં નબર પર છે. આ રાજ્યોના લોકોના માથાદીઠ આવક 7,21, 353 રૂપિયા છે. જ્યારે બીજા નંબર પર ગોવા આવે છે. જ્યાં માથાદીઠ આવક 6,94,710 રૂપિયા છે. મહારાષ્ટ્ર કે જ્યાં મુંબઇ જેવું અબજોપતિઓનું શહેર અને નાગપુર જેવું ઔદ્યોગિક શહેર હોવા છતા ચોપ-10માં સામેલ નથી. માથાદીઠ આવકમાં દિલ્હી ત્રીજા નંબર પર છે અને તેલગાંણા ચોથા નંબર પર અને કર્ણાટક પાંચમા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp