રસ્તો પૂરો થયો અને હવામાં લટકી ગઈ કાર, અકસ્માતની તસવીરો જોઈને તમને આશ્ચર્ય થશે

PC: twitter.com

અલીગઢનો એક વ્યક્તિ તેના પરિવાર સાથે શાહજહાંપુર જઈ રહ્યો હતો. દરમિયાન ફતેગંજ પૂર્વથી દાતાગંજ તરફના નિર્માણાધીન રાજ્ય ધોરીમાર્ગ પર મરુઆજાળા મઢી ગામ પાસે પુલનું બાંધકામ ચાલી રહ્યું હતું. વ્યક્તિનો દાવો છે કે, રસ્તાની વચ્ચે બનેલા પુલની આસપાસ સાંકેતિક ચિહ્નો અને અવરોધોના અભાવને કારણે કાર નિર્માણાધીન પુલ પર ચઢી ગઈ હતી.

UPના શાહજહાંપુરમાં રોડ અકસ્માતની ચોંકાવનારી તસવીરો સામે આવી છે. અહીં એક કાર નિર્માણાધીન પુલ પર લટકી ગઈ હતી. કારમાં સવાર લોકો લાંબા સમય સુધી તેમાં ફસાયેલા રહ્યા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા લોકોનું કહેવું છે કે ત્યાં કોઈ ઈન્ડિકેટર નહોતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકે બાંધકામમાં બેદરકારી દાખવવા બદલ બાંધકામની કામગીરી કરતી પેઢીના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

હકીકતમાં, અલીગઢ જિલ્લાનો રહેવાસી નુમૈર ખાન તેની માતા અને નાના ભાઈ સાથે કાર દ્વારા શાહજહાંપુર મામાના ઘરે જઈ રહ્યો હતો. નુમૈરે જણાવ્યું કે, સવારે લગભગ 7 વાગે ફતેગંજ પૂર્વથી દાતાગંજ તરફના નિર્માણાધીન રાજ્ય ધોરીમાર્ગ પર મરુઆજાળા મઢી ગામ પાસે એક પુલનું બાંધકામ ચાલી રહ્યું હતું. જે 'ફર્મ શકુંતલા' દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેના માલિક રમેશ સિંહ છે.

રસ્તાની વચ્ચોવચ બાંધેલા પુલની આસપાસ ચિહ્નો અને અવરોધોના અભાવે કાર બાંધકામ હેઠળના પુલ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં તેના હાથ અને માતા રેહાનાનું કમરનું હાડકું તૂટી ગયું હતું. શકુંતલા પેઢીના માલિકો રમેશ સિંહ અને જેઈ શૈલેન્દ્ર સિંહ ચાર-પાંચ અજાણ્યા સાથીઓ સાથે હાથમાં કોદાળી અને પાવડા લઈને આવ્યા હતા. લોકોને બહાર કાઢવાને બદલે અમને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તમે જોઈને ગાડી ચલાવતા નથી.

નુમૈરના જણાવ્યા મુજબ, પુલની નજીક કોઈ ચિહ્નો અને અવરોધો સ્થાપિત નથી. આવી સ્થિતિમાં આગળના રસ્તાનો અંદાજો આવી શકતો નથી. સવારે હળવા ધુમ્મસ અને સિગ્નલ ન હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય લોકો ઘણા લાંબા સમય સુધી લટકતી કારમાં ફસાયેલા રહ્યા.

આ મામલે PWDના XEN રથિન સિંહા કહે છે કે, સ્ટેટ હાઈવેને પહોળો કરવાનો છે. આ રોડ પર પુલનું બાંધકામ બાકી રહી ગયું છે. પુલની પહેલાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. માટીનો ઢગલો પણ છે. ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. હાલમાં નુમૈરે પેઢીના માલિક અને JE સહિત ચાર-પાંચ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp