શિક્ષકે શાળા પાસે 6 મહિનાનો પગાર માગ્યો તો મળ્યો ઘોડો, જાણો કારણ

PC: news8.com

કોરોનાની મહામારી વચ્ચે ઘણી શાળાઓએ તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકયો હોવાના અથવા તો શિક્ષકોના પગારમાં કાપ મૂકયો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ એક શાળામાં શિક્ષકે છ મહિનાનો પગાર કોન્ટ્રાક્ટર પાસેથી માગ્યો ત્યારે શાળા દ્વારા શિક્ષકને પૈસાની જગ્યા પર ઘોડો આપી દેવામાં આવ્યો હતો ત્યારે હવે આ શિક્ષક મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે, તેઓ ઘોડાનું શું કરે. આ ઘટના મધ્યપ્રદેશની છે. મધ્યપ્રદેશના ધામનોદના કુંદામાં અર્જુન કટારે નામનો વ્યક્તિ રહેતો હતો.

અર્જુન કટારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોન્ટ્રાક્ટર સચિન રાઠોડની અંડરમાં ધામનોદની હિમાલયા સ્કૂલમાં બાળકોને હોર્સ રાઇડિંગ શીખવી રહ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે અર્જુનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે અર્જુન જે શાળામાં નોકરી કરતો હતો. તે શાળા છેલ્લા દોઢ વર્ષથી બંધ છે અને બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જો.કે બાળકો શાળાએ જતા ન હોવાના કારણે આ શિક્ષકનો ધંધો પણ બંધ થઈ ગયો છે.

બાળકોને શાળામાં હોર્સ રાઇડિંગ કરાવતા અર્જુને જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ પાસે 6 મહિનાનો બાકી પગાર માગ્યો ક્યારે કોન્ટ્રાક્ટર સચિન રાઠોડે અર્જુનને પગાર તો ન આપ્યો પરંતુ તે જે ઘોડા પર બાળકોને હોર્સ રાઇડિંગ શીખવતો હતો તે ઘોડા આપી દીધો અને કહ્યું કે આઠ-દસ દિવસમાં પાછો આવીને આ ઘોળો આપી જાજે ત્યારે તને વેતન આપી દઈશ.

જોકે કોન્ટ્રાક્ટરે સચિને અર્જુનને ઘોડો પકડાવી દેતા તે પણ મૂંઝવણમાં મુકાયા છે કે તે હવે આ ઘોડાનો શું કરે. જોકે સચિન અર્જુનને આઠ-દસ દિવસમાં ઘોડો લઇ જવાનો કહીને ચાલ્યો ગયો હતો પરંતુ તે હજુ સુધી અર્જુન પાસેથી તેનો ઘોડો લેવા માટે પરત આવ્યો નથી અને ઘોડાની જવાબદારી હવે શિક્ષક અર્જુન પર આવી ગઈ છે. શાળાએ અર્જુનને છ મહિનાનો પગાર તો ન આપ્યો પરંતુ અર્જુન પર ઘોડાની જવાબદારી નાખી દીધી હાલ અર્જુનને ઘોડાને એક દિવસ સાચવવાનો ખર્ચ 100 રૂપિયા થઈ રહ્યો છે. જોકે આ ઘટનામાં અર્જુન સૂડી વચ્ચે સોપારી બન્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, એક તરફ કોન્ટ્રાક્ટરે તેને પગાર આપવાના બદલે ઘોડો આપી દીધો અને બીજી તરફ શાળાના સંચાલકોએ પણ ઊંચા હાથ કરી દીધા છે.

તો બીજી તરફ હિમાલયા શાળાના સંચાલકો પણ અર્જુનને કોઈ જવાબ આપી રહ્યા નથી અને શાળાના સંચાલકોએ અર્જુનને એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે તેમને હોર્સ રાઇડિંગનું કામ કોન્ટ્રાક્ટ પર રાખ્યું હતું એટલે તેમને અર્જુનની સાથે કોઈ લેવા દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp