દીકરાએ પૂરું કર્યું શ્રમિક પિતાનું સપનું, હેલિકોપ્ટરથી ઘરે લાવ્યો દૂલ્હન

PC: aajtak.in

રાજસ્થાનમાં દુલ્હનને વિદાઈ કરાવીને હેલિકોપ્ટરથી લાવવાનો ક્રેઝ પ્રતિ દિવસ વધી રહ્યો છે. ધૌલપુરના દૂલ્હાએ દૂલ્હનને લેવા માટે હેલિકોપ્ટરથી સાસરે પહોંચ્યો હતો. મજૂર પિતાનું સપનું હતું કે, તેનો દીકરો, વહુને હેલિકોપ્ટરથી ઘરે લાવે. શિક્ષક દીકરાએ પિતાની આ ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું અને સરમથુરા ઉપખંડના મીનેશ ભગવાન મંદિરની પાસે હેલીપૈડ બનાવ્યું હતું. ગામમાં આવેલા હેલિકોપ્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ હતી.

આ દરમિયાન આયોગ અધ્યક્ષ તેમજ બસેડી ધારાસભ્ય ખિલાડી લાલ બૈરવા પણ હેલિકોપ્ટરમાં બેસ્યા અને લગ્નમાં શામેલ થયા હતા. તેને દૂલ્હા અને દુલ્હનને આશીર્વાદ આપ્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. દૂલ્હો મહેન્દ્ર સિંહ મીણા ઉમરેહ ગામનો રહેવાસી છે, જે મધ્ય પ્રદેશના પન્નામાં દ્વિતીય શ્રેણી શિક્ષકના પદ પર કાર્યરત છે. જ્યારે વરરાજા વરઘોડો લઈને બાડીના કસૌટી ખેડામાં પહોંચ્યો, તો ત્યાં વરરાજાના સ્વાગત માટે લોકોની ભીડ જમા થઇ હતી.

દૂલ્હો મહેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમના પિતાનું સપનું હતું કે, હેલિકોપ્ટરથી વરઘોડો દુલ્હનના ઘરે પહોંચે. મજૂર રાધેલાલે જણાવ્યું કે, તેનું સપનું હતું, જે આજે દીકરાના કારણે પૂરું થયું છે. રાધેલાલની પાસે અંદાજે 6 બીઘા જમીન છે, રાધેલાલની ત્રણ દીકરીઓ અને બે દીકરા છે.

આના પહેલા પણ રાજસ્થાનના કરૌલીમાં એક દૂલ્હાએ પોતાની દુલ્હનને લેવા માટે હેલિકોપ્ટરથી પહોંચ્યો હતો. દુલ્હન હેમલતા મીણાની ઈચ્છા હતી કે, તેનો વરઘોડો હેલિકોપ્ટરથી તેના ઘરે આવે, બસ આ જ કારણે દૂલ્હો રજનેશ મીણાએ પોતાની દુલ્હનને હેલિકોપ્ટરમાં વિદાઈ કરીને પોતાના ગામે હિંગોટ લાવ્યો હતો, જ્યાં દૂલ્હા-દૂલ્હનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. હેલિકોપ્ટર માટે બનાવવામાં આવેલા અસ્થાયી હેલીપૈડ પર ઉતરેલા દુલ્હા-દુલ્હન રથમાં બેસીને પોતાના ઘરે જવા રવાના થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp