વૈદિક વિધિથી લગ્ન કરવા સ્પેનથી છેક રાજસ્થાન સુધી લાંબું થયું યુગલ

PC: gnttv.com

રાજસ્થાનના આવેલા મારવાડની સંસ્કૃતિથી પ્રભાવિત સ્પેનના એક પ્રવાસી દંપતીએ હિંદુ રીતિ-રિવાજોની સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા છે. પાવતા દુર્ગાદાસ નગર સ્થિત હેરિટેજ હોટલમાં યોજાયેલા આ અનોખા લગ્નમાં વર-કન્યા બનેલા સ્પેનિશ યુગલે પંડિતના વૈદિક મંત્રો સાથે હવન કુંડની સળગતી અગ્નિ સમક્ષ સપ્તપદીના શ્લોકનું પઠન કરીને એકબીજાને પોતાના બનાવી લીધા હતા.

સ્પેનિશ પ્રવાસી માર્ગદર્શક ઉદયસિંહ ચૌહાણે જણાવ્યું કે, મારવાડમાં થતા લગ્નો યુરોપથી આવતા પ્રવાસીઓને આકર્ષતા હોય છે. તેઓ અનોખા સૌંદર્ય, સંસ્કૃતિ, ગ્રામીણલોકોના પહેરવેશ, મહિલાઓના પોશાક તેમજ રાજસ્થાનના ગામડાઓમાં રહેલો સાંસ્કૃતિક વારસો, કિલ્લાઓ, ગઢ અને હવેલીઓથી ખુબ જ મોહિત થાય છે. મારવાડમાં થતા લગ્નોમાં વર-કન્યાના કપડાં જોઈને પ્રવાસીઓ અભિભૂત થઈ જાય છે અને એ જ સંસ્કૃતિ અને રીતરિવાજોમાં તેમના જીવનસાથી સાથે બીજીવાર લગ્ન કરવાનું મન બનાવી લે છે. પ્રવાસી માર્ગદર્શક ઉદયસિંહ ચૌહાણે જણાવ્યું કે, છ મહિના પહેલા પણ મારવાડની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ફ્રાન્સથી આવેલા એક યુગલે આ જ હોટલમાં સંપૂર્ણ વિધિથી લગ્ન કર્યા હતા.

સ્પેનિશ પ્રવાસી વરરાજા ફેલિપ અને તેમની દુલ્હન વિક્ટોરિયાએ જણાવ્યું કે, જ્યારથી તેઓ પહેલીવાર રાજસ્થાનના જોધપુર આવ્યા છે, ત્યારથી તેમને વારંવાર અહીં આવવાનું મન થાય છે. અહીંના લોકોની જીવનશૈલી રંગીન હોવાની સાથે આકર્ષક પણ લાગે છે. મારવાડની પરંપરાઓ, રીતરિવાજો અને સંસ્કૃતિ એવી છે કે તે હંમેશ માટે અમારા દિલમાં ઘર કરી જાય છે. લગ્ન દરમિયાન સ્પેનિશ કપલના ગાઈડ ઉદય સિંહ ઉપરાંત દેશ અને વિદેશના મહેમાનો પણ હાજર રહ્યા હતા.

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં, 60 વર્ષીય ફ્રેન્ચ યુગલ એરિક અને ગેબ્રિયલએ જોધપુરમાં હિન્દુ રીત-રિવાજોથી પ્રભાવિત થઈને ફરીથી લગ્ન કર્યા હતા. ફ્રેન્ચ પ્રવાસી યુગલ લગ્ન પહેલા ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યું હતું અને તેઓ તેમના પ્રવાસી માર્ગદર્શક ભુજબલ સિંહના સંપર્કમાં હતા. આ સમય દરમિયાન, ભુજબળે એરિક અને ગેબ્રિયલને તેમના સાળાના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું અને તેઓએ આ લગ્ન થતા જોઈને અહીં જ બંનેએ હિન્દુ પરંપરા મુજબ બીજી વખત લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફ્રેન્ચ પ્રવાસી યુગલના લગ્નમાં ગાઈડના પરિવારના સભ્યોએ જ વરરાજાના જાનૈયાઓની ભૂમિકા ભજવી હતી અને તે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp