હમ દિલ દે ચૂકે સનમની વાર્તા દેવરિયામાં બની,પતિએ પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા

PC: tcp24.news

દેવરિયાના બરિયારપુરમાં, એક વ્યક્તિ તેની પરિણીત પ્રેમિકાને મળવા તેના સાસરે પહોંચી ગયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ તેમણે પ્રેમીને ખુબ માર માર્યો હતો. પરંતુ આ જોઈને જેની સાથે લગ્ન થયા હતા તે પતિનું દિલ પીગળી ગયું. તેણે પોતાની પત્નીના તેના પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરાવ્યા. પછી તેણે તેઓને આનંદ અને ખુશી સાથે વિદાય આપી.

બોલિવૂડની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી વાર્તા ઉત્તર પ્રદેશના દેવરિયામાં જોવા મળી હતી. અહીં એક પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને મળવા તેના સાસરે પહોંચ્યો હતો. પ્રેમિકાના પતિને આ વાતની જાણ થતાં જ તેણે તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. આ અનોખા લગ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

આ મામલો દેવરિયા જિલ્લાના બરિયારપુર નગર પંચાયત પોલીસ સ્ટેશનનો છે. અહીં રહેતા એક યુવકના લગ્ન એક વર્ષ પહેલા બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના થાના ભોર વિસ્તારના એક ગામમાં થયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ શુક્રવારે રાત્રે પત્નીનો પ્રેમી, જે બિહારના ભોરનો રહેવાસી છે, અચાનક તેની પ્રેમિકાને મળવા બરિયારપુરમાં તેના સાસરે પહોંચ્યો. જ્યારે તે ઘરની અંદર પકડાયો ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પ્રેમીને ખુબ માર માર્યો હતો.

તેના પ્રેમીને આટલી ખરાબ રીતે માર ખાતો જોઈને પ્રેમિકાએ તેના પતિને તેને છોડી દેવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. આ જોઈને પતિનું હૃદય પીગળી ગયું અને તેણે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપવાનું નક્કી કર્યું. પતિએ પહેલા તેના પરિવારના સભ્યો અને પછી તેના સાસરિયાઓને સમજાવ્યા હતા. જ્યારે તેઓ આ લગ્ન કરાવવા માટે રાજી થઇ ગયા ત્યાર પછી પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે ગામના મંદિરમાં કરાવી દીધા. પછી બંનેને હસી ખુશીથી વિદાય પણ આપી.

બિહારના ગોપાલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશનના રેડવરિયા ગામનો રહેવાસી આકાશ શાહના જણાવ્યા અનુસાર, તેને તેના પડોશના ગામમાં રહેતી એક યુવતી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. તે વેલ્ડીંગનું નાનું મોટું કામ કરે છે. દરમિયાન, એક વર્ષ પહેલા દેવરિયાના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીના લગ્ન થયા હતા, પરંતુ તે તેની પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો. આ દરમિયાન શુક્રવારે રાત્રે તે તેને મળવા તેના સાસરે પહોંચ્યો હતો. પહેલા ગામલોકોએ તેને ત્યાં ખુબ માર માર્યો. પરંતુ ત્યાર પછી તેઓએ તેની ગર્લફ્રેન્ડ સાથે તેના લગ્ન કરાવી આપ્યા હતા.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિગ્વિજય સિંહે કહ્યું કે, તેમને પણ આ મામલાની માહિતી મળી હતી. પરંતુ ગ્રામજનોએ સ્થાનીક સ્તર પર આ મામલો થાળે પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp