સુપ્રીમે કહ્યું, વધુ એક દુષ્કર્મની રાહ ન જોઇ શકાય,કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી

કોલકાત્તામાં ટ્રેઇની મહિલા ડોકટર સાથે બનેલી ઘટનામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કરીને મંગળવારે સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચુડ, જજ જે બી પારડીવાળા અને જજ મનોજ મિશ્રાની બેંચે સુનાવણીમાં કહ્યું કે, આજે વધુને વધુ મહિલાઓ કામ પર જઇ રહી છે, તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને પરિવર્તન લાવવા માટે અમે વધુ એક દુષ્કર્મની રાહ ન જોઇ શકીએ.

ડોકટરોની સલામતી માટે 14 સભ્યોનું એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું છે, જેમાં 9 ડોકટર્સ અને 5 કેન્દ્રના અધિકારીઓ સામેલ રહેશે. આ ટાસ્ક ફોર્સ સુપ્રીમ કોર્ટને ડોકટરો અને મેડિકલ પ્રોફેશનલ્સ માટે સુરક્ષાના પગલાં વિશે જણાવશે. 3 સપ્તાહની અંદર ટાસ્ક ફોર્સ સુપ્રીમને વચગાળાનો અને 2 મહિનાની અંદર અંતિમ રિપોર્ટ સુપરત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp