સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ કેસમાં જયસુખ પટેલને જામીન તો આપ્યા પણ આ 7 શરત રાખી
મોરબી હેગિંગ બ્રિજ કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયસુખ પટેલને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે, પરંતુ 7 શરતો રાખવામાં આવી છે.
30 ઓકટોબર 2022ના દિવસે મોરબીમાં હેગિંગ બ્રિજ તુટી પડવાને કારણે લગભગ 140 લોકોના મોત થયા હતા. આ બ્રિજનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપ પાસે હતું. પોલીસે જયસુખ પટેલની ધરપકડ કરી હતી. જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મંજૂર કરવામાં આવી છે. પણ 7 શરતો સાથે.
જયસુખ પટેલે રેસિડન્શીયલ પ્રુફ આપવું પડશે અને ઘર બદલે તો કોર્ટને જાણ કરવી પડશે,જયસુખ પટેલ સાક્ષીઓને પ્રભાવિત કે ડરાવી શકશે નહીં, 7 દિવસની અંદર કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે,1 લાખ રૂપિયાનો બોન્ડ જમા કરાવવો પડશે, કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકાશે નહીં, કોર્ટ ટ્રાયલ દરમિયાન મોરબી જિલ્લામાં પ્રવેશ કરી શકાશે નહી, કોર્ટની કાર્યવાહી વખતે મોરબીમાં આવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp