EDને સુપ્રીમની લપડાક, જે બિલ્ડરોને પકડ્યા હતા તેમને છોડવા આદેશ, કહ્યું બદલો લેવા

PC: etvbharat.com

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને કોઈ પણ સંજોગોમાં બદલાની ભાવનાથી કાર્યવાહી ન કરવાની સલાહ આપી છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, તપાસ પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટ રિયલ એસ્ટેટ ગ્રૂપ M3Mના ડિરેક્ટર્સની અરજી પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ A.S. બોપન્ના અને સંજય કુમારની બેન્ચે EDને લઈને આ મોટી વાત કહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, રિયલ એસ્ટેટ કંપનીના બે ડિરેક્ટર પંકજ અને બસંત બંસલને 14 જૂને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી, તે જ દિવસે અન્ય એક કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને PMLAની કલમ 19 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે, આ ધરપકડમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પણ બાજુ પર રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

સુપ્રીમ કોર્ટે બંને ડિરેક્ટરોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, EDએ બંને નિર્દેશકોને ધરપકડનું કારણ મૌખિક રીતે જ જણાવ્યું. તેમને આ મામલે કોઈ લેખિત દસ્તાવેજ પણ આપવામાં આવ્યો ન હતો. બેન્ચે કહ્યું, આ વલણ EDની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા કરે છે. જ્યારે એજન્સીને દેશની આર્થિક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ વધુ ગંભીર બાબત છે. EDએ બદલાની ભાવના સાથે કોઈની સામે કાર્યવાહી કરવાને બદલે સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું કે, આરોપીની ધરપકડ કરતી વખતે ધરપકડના કારણની લેખિત નકલ આપવી જરૂરી છે. આ સિવાય લેખિત કારણોના આધારે કોઈપણ આરોપી પોતાના વકીલની મદદ લઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, બંસલ પર લાંચ આપીને ટ્રાયલ કોર્ટના જજને પ્રભાવિત કરવાનો પણ આરોપ છે. EDનો આરોપ છે કે, અલગ-અલગ શેલ કંપનીઓમાંથી રૂપિયા 400 કરોડ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે M3M કંપનીએ અન્ય રિયાલિટી ફર્મ Ireo ગ્રુપ સાથે મળીને કોર્ટની કાર્યવાહીમાં છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. EDએ જજ સુધીર પરમારને પરોક્ષ રીતે લાંચ આપવાનો આરોપ પણ તેમની પર લગાવ્યો હતો. જજને 27મી એપ્રિલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. EDના વકીલનું કહેવું છે કે, બંને પર ગંભીર આરોપો છે અને તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.

જ્યારે અરજદારોનું કહેવું છે કે, FIRમાં તેમના નામનો ક્યાંય ઉલ્લેખ નથી. આમાં અન્ય ડિરેક્ટર રૂપ બંસલનું નામ હતું. આ કેસની સુનાવણી જુલાઈમાં થઈ હતી. EDએ પહેલીવાર 2021માં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રૂપ બંસલની જૂન 2023માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પંકજ અને બસંતને ધરપકડમાંથી રાહત મળી છે. વકીલે કહ્યું કે EDએ બીજો કેસ નોંધ્યો છે અને તે કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp