શિક્ષકે વિદ્યાર્થીને ડસ્ટરથી મારતા હાથ તૂટ્યો, પિતાએ શિક્ષકને ધોઇ નાંખ્યો

PC: aajtak.in

બાંદાની એક શાળાના શિક્ષકે બીજા ધોરણમાં ભણતા માસૂમ બાળકને નિર્દયતાથી માર્યો. જેના કારણે તેનો એક હાથ તૂટી ગયો હતો. આ અંગે બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે બાળકે ઘરે આ વિશે જણાવ્યું તો, પિતા સ્કૂલ પહોંચ્યા અને શિક્ષકને થપ્પડ મારી દીધી.

ઉત્તર પ્રદેશના બાંદામાં શાળાના શિક્ષક દ્વારા માસૂમ બાળકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. બાળકના પિતાના જણાવ્યા અનુસાર તેના પુત્રને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો જેના કારણે તેનો એક હાથ તૂટી ગયો હતો. જ્યારે તેણે આ અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી તો તેમણે મારી સાથે ગેરવર્તન શરૂ કર્યું. આ પછી પીડિતના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પીડિતના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટના બેહરુ કોતવાલીના માર્કા રોડ પર બની હતી. બાળકના પિતાએ જણાવ્યું કે, તેમના નાના પુત્ર આશિષને ક્લાસમાં કોઈએ થપ્પડ મારી હતી. મોટો દીકરો તેના નાના ભાઈ આશિષને લઈને શિક્ષક પાસે ગયો હતો. પરંતુ કંઈ સાંભળ્યા વિના શિક્ષકે આશિષને ડસ્ટર વડે મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેનો હાથ તૂટી ગયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. બાળક વેદનાથી તડપતો રહ્યો અને ઘરે પહોંચીને તેના પિતાને તેણે આખી ઘટનાની માહિતી સંભળાવી હતી.

આરોપ છે કે જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવી તો તેણે પિતાને ધક્કો મારીને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. આ પછી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે ઘરે આ વાત જણાવી ત્યાર પછી પિતા શાળાએ પહોંચ્યા અને શિક્ષકને થપ્પડ મારી દીધી. જે ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પછી બંને પક્ષો વચ્ચે મારામારી અને ધક્કા-મુક્કી થઈ હતી. આરોપી શિક્ષકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

આ અંગે SHO પંકજ કુમાર સિંહે કહ્યું કે, પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. CCTV દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પિતાએ બાળકને માર માર્યાનો આરોપ લગાવ્યો હતો. જેના પર તેણે પણ શાળાએ પહોંચી શિક્ષકને માર માર્યો હતો. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp