'પાપીઓ' હાજર હતા એટલે ભારતની ટીમ હારી ગઇ, CM મમતાનું વિચિત્ર નિવેદન

PC: livehindustan.com

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની હારને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભારતની હાર માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. સંજય રાઉત પછી હવે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતની હાર માટે જવાબદાર ઠેરવ્યા છે. CM મમતા બેનર્જીનું કહેવું છે કે, જો ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ કોલકાતા કે મુંબઈમાં યોજાઈ હોત તો ભારત જીતી ગયું હોત. PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની એ તમામ મેચો જીતી છે, જેમાં 'પાપીઓ' હાજર રહ્યા ન હતા.

CM મમતા બેનર્જી અહીં જ ન અટક્યા, તેમણે આરોપ લગાવ્યો કે, ભારતીય ખેલાડીઓને કેસરી જર્સી પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. CM મમતા બેનર્જીએ કહ્યું કે, ખેલાડીઓએ વિરોધ કર્યો તેથી ભારતીય ટીમે મેચ દરમિયાન કેસરી રંગની જર્સી પહેરવી ન પડી. BJP પર નિશાન સાધતા CM મમતા બેનર્જીએ કહ્યું કે, ભગવો રંગ 'ત્યાગીઓ' માટે છે, પરંતુ તમે લોકો 'ભોગી' છો. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ CM મમતા બેનર્જીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયા દ્વારા પહેરવામાં આવેલી જર્સી પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ખેલાડીઓએ ભગવા રંગની જર્સી કેમ પહેરી તે તેમની સમજની બહાર છે. CM મમતા બેનર્જીએ કહ્યું કે, BJPના લોકો દરેક વસ્તુને ભગવા કરવા પર કટિબદ્ધ થયા હોય એમ છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 'શું, પનૌતી (લોકોનો અવાજ સાંભળતા) સારા એવા અમારા ખેલાડીઓ ત્યાં વર્લ્ડ કપ જીતી ગયા હોત..., પણ પનૌતીએ તેમને ત્યાં હરાવી દીધા. TVવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે. રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે PM નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરી રહ્યા હતા. ફાઈનલ મેચ દરમિયાન PM નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમની ક્રિકેટ વર્લ્ડ કપમાં હાર પછી BJP વિરોધી પાર્ટીઓએ PM મોદીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. પનૌતીએ સોશિયલ માઇક્રો વેબસાઇટ X પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. BJPના સમર્થકોએ પણ પ્રિયંકા ગાંધીના ભાષણને શોધીને પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેણે વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલને ઈન્દિરા ગાંધીના જન્મદિવસ સાથે જોડીને જીતની આગાહી કરી હતી. PM મોદી વિરુદ્ધ રેટરિકની શરૂઆત બિહારથી થઈ હતી, જ્યાં RJD નેતા સુરેન્દ્ર રામે હાર માટે PM નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારપછી શિવસેના (UTB)ના નેતા સંજય રાઉત પણ તેમાં કૂદી પડ્યા. તેમણે ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp