ગંભીર ભૂલ, બિહારમાં ટ્રેન રસ્તો ભટકી ગઇ, પછી શું થયું, જાણો

PC: thebegusarai.in/teghra-ne

બિહારમાં ટ્રેનની ગંભીર ભૂલ સામે આવી છે. ટ્રેનને જવાનું હતું બીજા રસ્તે, પરંતુ ચાલી ગઇ બીજી તરફ.એક્સપ્રેસ ટ્રેન 3 કિ.મી સુધી ખોટા રસ્તે દોડી ગઇ હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઇ છે. કર્મચારીઓની કેટલી લાપરવાહી સામે આવી છે. રેલવે સ્ટેશનને સંપર્ક કર્યો ત્યારે તેમને ખબર પડી કે ટ્રેન ખોટા રસ્તે આવી રહી છે.

મામલો બિહારના બેગૂસરાય જિલ્લાના બછવાડાનો છે. અહીં કંઈક એવું બન્યું કે જો ટ્રેનના ડ્રાઈવરે ધ્યાન ન આપ્યું હોત તો સેંકડો મુસાફરોએ જીવ ગુમાવાવની નોબત ઉભી થઇ શક્તે. ગુવાહાટીથી જમ્મૂ તાવી વચ્ચે ચાલતી અમરનાથ એક્સપ્રેસ ટ્રેનને બચવાડા જંક્શન પછી સમસ્તીપુર રૂટ પર જવાનું હતું. પરંતુ આ ટ્રેન હાજીપુર રૂટ પર દોડી હતી. અમરનાથ એક્સપ્રેસ લગભગ ત્રણ કિલોમીટર સુધી ખોટા ટ્રેક પર દોડાવવામાં આવી હતી.

જોકે, રૂટ ડાયવર્ટ થતો જોઈને ટ્રેનના ડ્રાઈવરે તરત જ ટ્રેન રોકી દીધી હતી. જ્યારે ડ્રાઈવરે બછવારા જંકશનની સ્ટેશન ઓફિસનો સંપર્ક કર્યો, ત્યારે તેને ખબર પડી કે ટ્રેન ખોટો રસ્તે આવી ગઇ છે. ગુરુવારે સવારે લગભગ 5:00 વાગ્યે, ટ્રેન બછવારા જંકશનની લાઈન નંબર-8 પરથી દોડાવવામાં આવી હતી.

બછવારા જંકશનની લાઇન નંબર 7 અને 8 થી, માત્ર બછવાડા-હાજીપુર રૂટની ટ્રેનો ચલાવવામાં આવે છે. બછવારા જંક્શનથી સમસ્તીપુર રૂટ પરની તમામ ટ્રેનોનું સંચાલન લાઇન નંબર 3 અને 4 દ્વારા કરવામાં આવે છે. સ્ટેશનના રેલવે કર્મચારીઓએ અમરનાથ એક્સપ્રેસ ટ્રેન માટે બછવારા જંકશનની લાઇન નંબર 4ને બદલે 8 નંબરની લાઇનનો પૅટ બનાવ્યો હતો.

જેના કારણે ટ્રેન બચવારા જંકશનના પૂર્વ ગુમટી નંબર 21બીના પોઈન્ટ નંબર 53 પરથી ખોટા રૂટ પર ઘુસી ગઈ હતી. ત્યારબાદ 8 નંબરની લાઈન પરથી ટ્રેન પસાર કરતી વખતે આગળનું સિગ્નલ ગ્રીન રાખવામાં આવ્યું હતું.

ડ્રાઇવરે જણાવ્યું કે તેને આ રૂટ પરથી પસાર થવાની સાવધાની નહોતી મળી. તેથી તેણે ટ્રેન રોકી અને સ્ટેશન માસ્ટરનો સંપર્ક કર્યો. બાદમાં ટ્રેનને ગુમટી નંબર 1 સુધી લંબાવવામાં આવી હતી અને પછી ગુમટીનંબર 21B નજીકના સાચા પોઈન્ટ પર બેક અપ કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્તીપુર રૂટના રેલ્વે ટ્રેક પર ટ્રેન લાવ્યા બાદ ટ્રેનને સાચા રૂટ પર રવાના કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp