સંસદભવન હુમલાની પુણ્યતિથિએ સંસદમાં 2 લોકો ઘૂસ્યા, પગમાંથી નીકળતો હતો ધૂમાડો

PC: twitter.com

સંસદ ભવનમાં એક મોટી ચૂકની ઘટના સામે આવી છે, જેમાં બે વ્યક્તિ લોકસભાની ચાલુ કાર્યવાહીમાં અંદર ઘૂસી ગયા હતા. આ બંને દર્શક ગેલેરીમાંથી નીચે કૂદ્યા હતા, જ્યાં સદનની ચર્ચા ચાલી રહી હતી અને તે બંને એક બેન્ચ પરથી બીજા બેન્ચ પર ભાગી રહ્યા હતા. સંસદ ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી. સૌથી મોટી ચૂક એ હતી કે, આ બંનેના હાથમાં ટિયર ગેસ સ્પ્રે હતા. સાંસદોએ આ બંનેને પકડી લીધા હતા અને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા.તેમના પગમાંથી આ ધૂમાડો નીકળી રહ્યો હતો. આ સિવાય સંસદભવન બહારથી પણ બે લોકો પકડાયા છે, જેમના હાથમાં સ્મોક સ્ટીક હતી, જેમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો.

આ ઘટના બાદ સંસદભવનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ બંને લોકો સદનની કાર્યવાહી દરમિયાન ઘૂસ્યા હતા, જેમાંથી એકનું નામ સાગર છે. બંને લોકો સાંસદના નામ પર વિઝિટર પાસ લઈને અંદર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું હતું કે, બંને લોકો મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના નામ પર લોકસભાના વિઝિટર પાસ પર આવ્યા હતા.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, જ્યારે શૂન્ય કાળ ચાલી રહ્યો હતો, ત્યારે બે લોકો દર્શક ગેલેરીથી કૂદી ગયા હતા અને તેમના દ્વારા કંઈક ફેકવામાં આવ્યું હતું, જેમાંથી ગેસ નિકળી રહ્યો હતો. સાંસદોએ તેમને પકડી લીધા હતા અને સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કરી દીધા હતા. આ નિશ્ચિતપણે એક સુરક્ષા ઉલ્લંઘન છે, કારણ કે આજે અમે એ લોકોની પૂણ્યતિથિ મનાવી રહ્યા છે, જેમણે 2001મા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી,

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંબરમે કહ્યું હતું કે, અચાનક લગભગ 20 વર્ષના બે યુવકો દર્શક ગેલેરીમાંથી સદનમાં કૂદી પડ્યા હતા અને એ બંનેના હાથમાં કનસ્તર હતા. આ કનસ્તરમાંથી પીળો ધૂમાડો નિકળી રહ્યો હતો. જેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને નારા પણ લગાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp