75 વર્ષના વરરાજાના લગ્નની જાન ન નીકળી શકી, છેલ્લી ઘડીએ કન્યા પક્ષે ના પાડી

PC: yashbharat.com

બાંદા જિલ્લાના નરૈની કોતવાલી વિસ્તારના રિસૌરા ગામમાં વૃદ્ધ વરરાજાને પૂજા વિધી કાર્ય કર્યા પછી લગ્નની જાન દુલ્હનના દરવાજા સુધી પહોંચી શકી ન હતી. કારણ કે છેલ્લી ક્ષણે કન્યા પક્ષે લગ્નની જાન લાવવાની ના પાડી દીધી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિસૌરા ગામમાં એક વૃદ્ધ વરરાજા સાથે એક વિચિત્ર ઘટના બની.

ગામનો રહેવાસી 75 વર્ષીય રામસજીવન નાઈ પહેલેથી જ પરિણીત હતો. તેમના બે પુત્રો રમેશ નાઈ (40) અને છોટા (35) બંને પરિણીત છે. આ સિવાય બે દીકરીઓ હતી. રામસજીવને તેમના લગ્ન પણ કરાવ્યા છે. રામસજીવનની પત્નીનું એક દાયકા પહેલા અવસાન થયું હતું.

એકવાર મજાક મજાકમાં, ગામના કોટેદાર શ્યામ ચૌબેએ રામસજીવનને ફરીથી લગ્ન કરવા માટે સમજાવી લીધા હતા. હાલમાં જ રામસજીવનના ઘરે તેમના બાળકો અને સંબંધીઓ દ્વારા તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી, શનિવારે સાંજે ઘોડાઓ અને બેન્ડ વાજાઓ સાથે ગામમાંથી ખૂબ જ ધામધૂમથી મંદિરમાં તેમની પૂજા વિધી કરીને જાન નીકાળવાની તૈયારીમાં હતી.

વરરાજાએ જાન કાઢતા પહેલા મંદિરમાં પાઘડી પહેરી હતી અને ભગવાનની પૂજા કરી હતી. ગામના સેંકડો લોકો સાથે લગ્નની જાન નીકળી હતી. ઘર અને મહોલ્લાના યુવાનો ઢોલના તાલે જોરશોરથી નાચતા હતા. ખુશીનો માહોલ હતો. લગ્નની જાનમાં જતા પહેલા વરરાજાની દેવી પૂજા અને વિધીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

આ રીતે જાન નીકાળવાની તૈયારી કર્યા પછી, વરરાજા સાથે લગ્નના તમામ મહેમાનો દુલ્હનના ગામ, મહોબા જિલ્લાના ગ્યોધી ગામ તરફ જવા રવાના થવા લાગ્યા. ત્યારપછી ગામની બહાર બધા લોકોને ભેગા કરીને મધ્યસ્થી શ્યામ ચૌબે અને તેમના પુત્ર અવધ બિહારી ચૌબેએ જણાવ્યું કે, કન્યા અને તેના પરિવારના સભ્યો હમણાં લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

એટલા માટે લગ્નની જાન નહીં જાય. લાંબા સમય સુધી હોબાળો થતો રહ્યો. વરરાજાને વાહનમાંથી બહાર ઉતારીને તેના ઘરે મોકલવામાં આવ્યો હતો. લગ્નમાં આવેલા બધા મહેમાનો પાછા ફર્યા અને પોતપોતાના ઘરે ગયા. 75 વર્ષના વરરાજાના લગ્ન ગામ સહિત અન્ય વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ગ્રામજનોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

વૃદ્ધ વરરાજાએ જણાવ્યું કે, તેની પત્નીનું 20 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેને બે પુત્રો છે, તેઓ પણ પરિણીત છે. તે વાળંદ તરીકે કામ કરે છે. ગયા વર્ષે, તે મહોબા જિલ્લામાં લગ્નની જાનમાં એક મહિલાને મળ્યો, જેની સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. અત્યારે કેટલાક કારણોસર તેણે માત્ર ના પાડી છે. ત્યાર પછી તેઓ અમુક લોકોને લગ્નની જાનમાં લઈ જશે અને લગ્ન કરી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp