પત્નીએ રાત્રે લગાવી લિપસ્ટિક, સવારે હોઠોથી હતી ગાયબ, પતિએ શંકા કરી અને પછી...

PC: indianexpress.com

લગ્ન બાદ પતિ-પત્નીના ઝઘડા મોટા ભાગે જોવા મળે છે. કેટલાક ઘરોમાં નાની નાની વાતો પર ઝઘડા શરૂ થઈ જાય છે અને જોત જોતામાં ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. તો કેટલીક વખત ઝઘડા બાદ વાત એટલી બગડી જાય છે કે છૂટાછેડા સુધી પહોંચી જાય છે. ઉત્તર પ્રદેશના આગ્રાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. માત્ર લિપસ્ટિકને લઈને અહી એક કપલના સંબંધ જોખમમાં પડી ગયા છે. પતિ-પત્ની વચ્ચે વિવાદની આ ઘટના પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચી છે.

પરામર્શ કેન્દ્રના અધિકારી આ વિવાદને ઉકેલવામાં લાગ્યા છે. દંપતિની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે અને તેમને આગળની વાત કરવા માટે આગામી તારીખ પણ આપવામાં આવી છે.  શહીદ નગરનો રહેવાસી એક વ્યક્તિ સિકંદરા વિસ્તારમાં બૂટની ફેક્ટ્રીમાં કામ કરે છે. 3 મહિના અગાઉ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. આ દરમિયાન કંઈક એવું થયું કે બંને વચ્ચે વિવાદ વધી ગયો. પતિનું કહેવું છે કે રોજની જેમ તે એક દિવસ ફેક્ટ્રીથી આવ્યો.

રાત્રે સૂતી વખત પત્નીએ તેની સામે પોતાના હોઠો પર લિપસ્ટિક લગાવી, પરંતુ સવારે જ્યારે તેણે પત્નીને જોઈ તો હોઠો પર લિપસ્ટિક ગાયબ હતી. તેના પર પત્નીને સવાલ કર્યો તો તે જાત જાતની વાતો કરવા લાગી. તો યુવકની પત્નીનું કહેવું હતું કે, રાત્રે લિપસ્ટિક લગાવી હતી. સવારે બ્રશ કર્યું અને મોઢું ધોયુ. ત્યારબાદ નાસ્તો કર્યો તો લિપસ્ટિક હટી ગઈ. પતિને ઘણી વખત સ્પષ્ટતા આપી ચૂકી છે, પરંતુ તે સાંભળવા તૈયાર નથી. પતિ દરેક વાતે શંકા કરે છે. લિપસ્ટિક હટવા પર તેની સાથે મારામારી કરી. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આ કેસ પરિવાર પરામર્શ કેન્દ્ર મોકલી દીધો.

પત્નીની વાત સાંભળ્યા બાદ કાઉન્સેલરે પણ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને વચ્ચે વાત ન બની શકી. અહી પહોંચેલી દંપત્તિની પરામર્શ કેન્દ્રના અધિકારી કાઉન્સેલિંગ કરી રહ્યા છે. પરિવાર પરામર્શ કેન્દ્ર પ્રભારી અતુલ ચૌધરીએ જણાવ્યું કે, લિપસ્ટિકને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો છે. યુવક પોતાની પત્ની પર શંકા કરે છે. દંપતીને કાઉન્સેલિંગ માટે આગામી તારીખ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp